રોડની સાઈડમાં પાર્ક કરેલા ટ્રક સાથે બાઈકની ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, બાઈક ચાલકનું કરૂણ મૃત્યુ…

Published on: 5:21 pm, Tue, 10 May 22

હાલમાં બનેલી એક કરોડ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક આધેડ વયના વ્યક્તિ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના કુચાયકોટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બેલવણવા ગામ નજીક NH-27 પર બની હતી.

હાઈવે પર પાર્ક કરેલા ટ્રકની સાથે બાઈક પર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બાઈક સવાર આધેડ વયના વ્યક્તિનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટનાને પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આધેડ વયના વ્યક્તિને તેના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. સમગ્ર ઘટનાને લઇને પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ શિવનાથ પ્રસાદ જાણવા મળ્યું છે.

મૃત્યુ પામેલા શિવનાથ પ્રસાદ છેલ્લા 30 વર્ષથી PWDમાં ROLAND ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા. શિવનાથ પ્રસાદ મંગળવારના રોજ કોઈ કામે બાઈક પર ગોપાલગંજ ગયા હતા. પોતાનું કામ પતાવીને શિવનાથ પ્રસાદ બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા.

ત્યારે હાઇવે પર પાર્ક કરી રહેલા ટ્રક સાથે બાઈકની જબરદસ્ત ટક્કર થઈ હતી. આ ઘટનામાં શિવનાથ પ્રસાદના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેમનું કરૂણ મૃત્યુ થયું. મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રોડની સાઈડમાં પાર્ક કરેલા ટ્રક સાથે બાઈકની ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, બાઈક ચાલકનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*