મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણી વખત આપણી સામે અમુક એવા વિડિયો આવતા હોય છે. જે જોઈને આપણી આંખોમાં આંસુ આવી જતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક સુંદર વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં માતા-પિતા અને લાડલી દીકરીનો અનોખો પ્રેમ જોઈને તમે પણ ભાવુક થઈ જશો. આજના આધુનિક યુગમાં હજુ પણ ઘણા એવા લોકો છે. જેઓ દીકરીનો જન્મ થાય એટલે તેને માથાનો બોજ માનતા હોય છે. પરંતુ તેવા લોકોને મિત્રો આ વિડીયો એક વખત જરૂર બતાવજો એટલે તેમને પણ જરાક ભાન આવે.
મિત્રો દીકરીના લગ્ન થાય અને જ્યારે દીકરીને વિદાય આપવાનો સમય આવે ત્યારે એક અલગ જ વાતાવરણ જોવા મળતું હોય છે. દીકરીની વિદાય વખતે તેના મા-બાપને સૌથી વધારે દુઃખ લાગે છે. તમે સોશિયલ મીડિયા પર દીકરીની વિદાયના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં તેવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે માતા-પિતા પોતાની દીકરીના પગ પાણી અને દૂધથી ધોવે છે અને ત્યાર પછી તે પાણી માતા-પિતા પી જાય છે. વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે એક દીકરી ખુરશી ઉપર બેઠેલી જોવા મળી રહે છે. ત્યાં જમીન પર બેઠેલા દીકરીના પિતા પોતાની દીકરીના પગ ધોઈ રહ્યા છે અને ત્યારબાદ દૂધ નાખીને પણ દીકરીના પગ ધોઈ રહ્યા છે.
ત્યાર પછી પિતા તે દૂધ પી જાય છે અને દીકરીની માતા પણ તે દૂધ પી જાય છે. ત્યારબાદ દીકરીના પિતા ટુવાલ આવે છે અને પોતાની દીકરીના પગ લુછે છે. ત્યારબાદ લાલ રંગના કંકુથી ભરેલી થાળીમાં દીકરીના પગ મુકાવે છે. ત્યાર પછી સફેદ રંગના કાપડ ઉપર દીકરીના કુમકુમ પગલાં કરાવે છે. હાલમાં સુંદર વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
भावुक पल..
विदाई से पूर्व बेटी के पद-चिन्हों को घर में संजोकर रखते मां-बाप..💕#HeartTouching
VC : SM pic.twitter.com/kJdF8dj4e6— Sanjay Kumar, Dy. Collector (@dc_sanjay_jas) August 22, 2022
વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વીટર પર @dc_sanjay_jas નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં એક લાખથી પણ વધારે લોકોએ જોયો છે અને 6,000 થી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment