હિન્દુ ધર્મમાં હોળી ધુળેટીના તહેવારનું અનેરૂ મહત્વ છે અને આપણે બધા જાણીએ છીએ કે આવતીકાલે આપણે હોળી પ્રગટાવીને હોળીની જ્વાળા પરથી આ વર્ષ કેવું રહેશે, આ વર્ષે વરસાદ કેવો રહેશે તેનો આગાહીકારો અંદાજ લગાવતા હોય છે અને આવતીકાલે રાજ્યમાં હોલિકા દહન કરવામાં આવશે
અને હોલિકા દહનનો અગ્નિ શુભ અને અશુભ સંકેત આપે છે. હોલિકા દહનથી અગ્નિથી ચોમાસું કેવું રહેશે તેની વગેરે ભવિષ્યવાણી કરવામાં આવતી હોય છે.મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલ ની પણ આગાહી સામે આવી ગઈ છે હોળીના દિવસ પહેલા ચાર દિશા અને ચાર ખૂણા એટલે કે આઠ દિશા નો પવન કેવો રહેશે
તેના વિશે તેઓ અત્યારથી જણાવી દીધું છે. હોળીમાં પવનની દિશા ઉપરથી જાણી શકાય છે કે હવામાન કેવું રહેશે અને અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તર નો પવન ફૂંકાયો તો શિયાળો લંબાશે અને વરસાદ પુષ્કળ થશે આ ઉપરાંત પક્ષીમ અને સૂર્યના પવન ફૂંકાય તો વરસાદ સારો થાય.
નેઋત્યનો પવન ફૂંકાય તો સાધારણ વરસાદ થશે અને દક્ષિણનો પવન ફૂંકાય તો વર્ષ નબળું અને રોગની ઉત્પત્તિ સૂચવે છે.અંબાલાલ પટેલે કહ્યું કે જો ચારે દિશામાં પવન ફૂંકાય અને આકાશ ગુમરી લેતો દુકાળ પડવાની સંભાવના છે. ફાગણ સુદ પૂનમે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર હોય તો સારું કહેવાય.
ફાગણ સુદ પૂનમનો હુકતો ચંદ્ર અષ્ટ પામતા સૂર્યને જોવે તો કાળનો જન્મ થાય છે જે દુકાળ સાબિત થાય છે. ચૈત્રી પૂનમે ઉગતો ચંદ્ર અષ્ટ પામતા સૂર્યને જોવે તો કાળનું ગર્ભ બંધાય છે અને વૈશાખી પૂનમે ફરી આવી નિશાની દેખાય તો કાળ પર્વતે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment