આ વ્યક્તિના કારણે ગુજરાતના આ નાનકડા એવા ગામમાં, છેલ્લા 20 વર્ષથી એક પણ વ્યક્તિએ ગુટકા-તમાકુને હાથ નથી લગાડ્યો… જાણો કોણ છે આ વ્યક્તિ…

ગુજરાતના મોટેભાગના વ્યક્તિઓને વ્યસન હોય છે. ખાસ કરીને ગુજરાતમાં 135 નો માવો ખૂબ જ વધારે પડતો ખાવામાં આવે છે. આ બધા વચ્ચે ઘણા એવા લોકો પણ હોય છે. તેઓ હંમેશા લોકોને વ્યસનથી દૂર રહેવાની સલાહ આપતા હોય છે અને વ્યસન મુક્તિના કાર્યક્રમો પણ ચલાવતા હોય છે.

ત્યારે આજે આપણે એક એવો વ્યક્તિની વાત કરવાના છીએ. જેને લીધે છેલ્લા 20 વર્ષથી ગુજરાતના આ નાનકડા ગામમાં એક પણ વ્યક્તિ વ્યસન કરતો નથી. વાત કરીએ તો મોરબી જિલ્લાનું ભરતનગર ગામમાં એક પણ વ્યક્તિ વ્યસન કરતો નથી અને અહીં બધા વ્યક્તિ હંમેશા વ્યસનથી દૂર રહે છે.

છેલ્લા 20 વર્ષથી અહીં કોઈપણ એ તમાકુ પણ ખાધું નથી અને ગામમાં કોઈપણ દુકાન કે પાનના ગલ્લામાં તમાકુ મળતું નથી. કહેવાય છે કે મુકેશભાઈ દવે નામના વ્યક્તિના કારણે આખું ગામ વ્યસનથી દૂર રહે છે. તો ચાલો જાણીએ આ ભાઈ કોણ છે અને આ ગામ વિશે.

કહેવાય છે કે મુકેશભાઈ દવે આજથી 25 વર્ષ પહેલા હાઇવે પર એક હોટલ ચલાવતા હતા અને હોટલમાં તેઓ પાન માવા અને ગુટકાનો વેપાર પણ કરતા હતા. આ હોટલની બાજુમાં એક સ્કૂલ હતી અને સ્કૂલના વિદ્યાર્થીઓ અહીં હોટલે આવીને પાન માવા ખાતા હતા.

વિદ્યાર્થીઓને આ રીતે ગુટકા ખાતા જોઈને મુકેશભાઈ ખૂબ જ પરેશાન થઈ ગયા. ત્યાર પછી તો મુકેશભાઈ પોતાની હોટલમાં ગુટકા અને તમાકુ વેચવાનું બંધ કરી દીધું. પરંતુ વિદ્યાર્થીઓ ગામની અન્ય દુકાનમાં જઈને આ બધી વસ્તુ ખાવા લાગ્યા.

ત્યાર પછી તો મુકેશભાઈ ગામના એક એક દુકાનદારોને મળ્યા અને તેમને કહ્યું કે, ગુટકા વેચીને તમને દરરોજ જેટલી કમાણી થાય છે. એટલા રૂપિયા હું તમને આપીશ પણ તમે ગુટકા વેચવાનું બંધ કરી દો. ત્યાર પછી તો ગામના બધા દુકાનદારો સમજે અને તેમને એક પણ રૂપિયો લીધા વગર ગુટકા વેચવાનું બંધ કરી દીધું. છેલ્લા 20 વર્ષથી ગામમાં તંબાકુ કે ગુટકા મળતી નથી અને ગામના કોઈપણ લોકોએ તંબાકુ કે ગુટકાને હાથ પણ નથી લગાડ્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*