હાલમાં બનેલી એક દુઃખ દાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધોધમા નહાવાની મજા બે યુવકો માટે મોતની સજા બની ગઈ છે. બાયડના ડાભી ગામે આવેલ વાત્રક નદી પરનો ધોધ ભોગિયા ધરો તરીકે જાણીતો છે. ત્યાં અત્યાર સુધીમાં ઘણા બધા યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે વધુ બે યુવકો વાત્રક નદી પરના ધોધમાં ડૂબી જવાના કારણે મૃત્યુ થયા છે.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો અમદાવાદના મેઘાણીનગરના 6 યુવકો રવિવારની રજા હોવાથી ઝાંઝરી ધોધમાં પિકનિક માટે આવ્યા હતા. અહીં તમામ યુવકો ધોધમાં નહાવા માટે પડ્યા હતા. ધોધમાં નહાતી વખતે અમને તોમર અને જીતુ બધેલ નામના બે યુવકો ધોધના નીચેના ભાગના પથ્થરોમાં ફસાઈ ગયા હતા.
આ કારણસર બંનેના પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યા હતા. ત્યાં હાજર અન્ય લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સ્થાનિક તરવૈયાની મદદથી બંને યુવકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા.
ત્યારબાદ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. પછી પોલીસે આ ઘટનાની જાણ મૃત્યુ પામેલા બંને યુવકોના પરિવારજનોને કરી હતી. દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બંનેના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવશે. મળતી માહિતી અનુસાર બંને યુવકો પોતાના મિત્રો સાથે ધોધમાં નહાવાની મોજ માણી રહ્યા હતા. આ દરમિયાન બંને યુવકો પથ્થરમાં ફસાઈ ગયા હતા. જેના કારણે બંને પાણીમાં ડૂબી ગયા હતા.
આ ઘટના બની ત્યારે આસપાસ ઉભેલા કેટલાક લોકોએ બંનેને બચાવવાના પ્રયાસ કર્યા પરંતુ તેઓ બચાવી શક્યા નહીં. ત્યારબાદ આ ઘટનાની જાણ આંબલિયારા પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંનેના મૃતદેહ સ્થાનિકોની મદદથી બહાર કઢાવ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment