માંડ-માંડ જીવ બચ્યો…,શાળાએ જઈ રહેલા વિદ્યાર્થી સાથે રખડતા ઢોરે કર્યું એવું કે – વીડિયો જોઈને કાળજુ કંપી ઉઠશે…

ગુજરાતમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રખડતા ઢોરના કારણે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે અને કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. કડી શહેરના દેત્રોજ રોડ પર આવેલ બહુચર માતાજીના મંદિર પાસે આદેશ હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થી ઉપર એક રખડતા ઢોરે અચાનક પ્રહાર કર્યા હતા.

રખડતા ઢોરે રસ્તા પર જાઈ રહેલા વિદ્યાર્થીને ખૂંદી નાખ્યો હતો. રખડતા ઢોરે વિદ્યાર્થીને અડફેટેમાં લીધો હતો અને તેને જમીન પર પછાડ્યો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ ઘટના ગત શનિવારના રોજ બની હતી. કડી શહેરમાં આવેલ આદેશ હાઈસ્કૂલમાં ધોરણ નવમાં ભણતો જયદીપ દરબાર નામનો બાળક શાળાએ જતો હતો. આ દરમિયાન બહુચર માતાજીના મંદિર પાસે દોડીને આવતા એક રખડતા ઢોરે જયદીપ પર અચાનક પ્રહાર કર્યા હતા.

આ ઘટનામાં રખડતા ઢોરે જયદીપને ઉછાળીને જમીન પર પછાડ્યો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આસપાસના લોકોએ માંડ માંડ રખડતા ઢોરના ચંગુલમાંથી વિદ્યાર્થીને બચાવ્યો હતો. આ ઘટનામાં વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો.

તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થતા જ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કડી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. આ ઘટના બન્યા બાદ તંત્રની કામગીરી ઉપર ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં કેટલાય લોકોએ રખડતા ઢોરના કારણે પોતાના જીવ ગુમાવ્યા હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*