ભાજપ પર ભડક્યા બાપુ, સી.આર.પાટીલ ને ધ્યાનમાં લઈને ગુસ્સામાં કહ્યુ કે…..

383

હાલમાં કોરોનાની મહામારી વચ્ચે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સૌરાષ્ટ્ર ની મુલાકાતે હતા અને ઠેર ઠેર કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવતું હતું.ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભુલાઈ ગયું હતું કે હાલમાં દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે. સરકારના હુકમને નેવે મૂકી કાર્યકર્તાઓ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ નુ ધ્યાન રાખ્યા વગર જાને કોરોના તેમના માસીનો દીકરો હોય તેમ બે કિલોમીટર નો કાફલો જોવા મળી રહ્યો હતો. સરકારી તંત્ર પણ આ જનતા માટે બહાર પડાયેલા જાહેરનામાનો આડકતરી રીતે ભંગ થઇ રહ્યો છે.આ મુદ્દે સોશિયલ મીડિયા પર ભારે ટીકા અને ટિપ્પણી ભારતીય જનતા પાર્ટી વિષે કરવામાં આવી હતી.

આવા સમયે શંકરસિંહ વાઘેલા હવે મેદાનમાં આવ્યા અને ટ્વિટ કર્યું કે કોરોના મા રેલી થઈ શકે તો ભરતી કેમ નહીં? તેઓએ ઉમેર્યુ કે અરજીઓ અને વિનંતીપૂર્વક ઘણી ખરી પણ સરકારના પેટનું પાણી હાલતું નથી ત્યારે હવે જે વાવાઝોડુ ફુકાશે તેમાં સરકાર ના સુપડા સાફ થઈ જશે. તે પહેલા અભિમાન ઓછુ કરી યુવાનોને રોજગારનો હક્ક આપવા સલાહ આપી છે કે લોકશાહીમાં તાનાશાહી ન ચાલે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!