Dhirendra Shastri Childhood Photos: હાલમાં સોશિયલ મીડિયા પર બાઘેશ્વર ધામના(Bagheshwar Dham) ધીરેન્દ્ર શાસ્ત્રીના વીડીયાઓ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર બાગેશ્વર ધામની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયામાં બાગેશ્વર ધામની જૂની તસવીરો વાયરલ થઈ રહી છે. ખરેખર આ તસવીરો જોઈને તમે ધીરેન્દ્ર શાસ્ત્રી(Dhirendra Shastri) ને ઓળખી પણ ન શકો, આ તસવીરો જોઈને તમે ખ્યાલ આવી જશે કે, બાગેશ્વર સરકારનું બાળપણ કેવી રીતે વીત્યુ અને તેઓ બાગેશ્વર ધામના પીઠાધેશ્વર કેવી રીતે બન્યા.
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કે બાગેશ્વર ધામ સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ લોકપ્રિય છે. હાલમાં ધીરેન્દ્ર શાસ્ત્રીજી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેઓ ખૂબ જ ચર્ચામાં આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીજી વિશે જાણીએ તો તેમનો જન્મ 1996 માં થયો હતો, કહેવાય છે કે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી નું બાળપણ અત્યંત ગરીબીમાં થયું હતું.
તેનો આખો પરિવાર માટીના મકાનમાં રહેતો હતો, ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી શાળામાંથી પૂર્ણ કર્યું. તેમના પિતાએ પૂજારી તરીકેની તેમની કમાણીથી પરિવારને ટેકો આપ્યો. ધિવેન્દ્ર શાસ્ત્રીજીના જીવનમાં સમય આવતા અનેક બદલાવો થયા અને આખરે આજે તેઓ બાઘેશ્વર ધામના મહંત છે. તેઓ દર મંગળવાર અને શનિવારે આ ધામમાં દિવ્ય દરબારનું આયોજન કરે છે,
ધિરેન્દ્ર શાસ્ત્રીજી અનેક લોકોની તમામ શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક વેદનાઓને મટાડે છે. તેઓ દરેક કાર્ય બાલાજી ની આજ્ઞા પ્રમાણે જ કરે છે અને આ કારણે તેમના અનેક ભાવિ ભક્તોના દુઃખ પણ દૂર થાય છે. ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ભારતમાં અનેક રાજ્યોમાં ભ્રમણ કરીને સનાતન ધર્મ સાથે લોકોને જોડી રહ્યા છે. હાલમાં ગુજરાતમાં જ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં બાબાનો દિવ્ય દરબાર યોજાયેલ છે.
આ બ્લોગ સાથેની બાબાની જૂની તસવીરો જોઈને તમે પણ વિચારમાં પડી જશો કે આ દુનિયામાં સમય વ્યક્તિને બદલી નાખે છે. જીવનમાં એકવાર અવશ્યપણે યાદ રાખવી જોઈએ કે દરેક વ્યક્તિની પરિસ્થિતિ બદલાઈ જાય છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીજીની ભક્તિના પરિણામે તેઓ આજે આ સ્થાને પહોંચ્યા છે, લાખો લોકોના પ્રશ્નોને દૂર કર્યા છે. બાગેશ્વર ધામમાં ધીરેન્દ્ર શાસ્ત્રીજીના દાદાની સમાધિ આવેલ છે તેમ જ ધામમાં બાલાજીનું દિવ્ય મંદિર પણ આવેલ છે, આ બાળજીની કૃપા દ્રષ્ટિથી જ સૌ ભક્તોના દુઃખ દૂર થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment