ખેડૂતો માટે માઠા સમાચાર : ડુંગળીની આવકની સામે જાવક ઓછી હોવાના કારણે ડુંગળીના ભાવમાં થયો ઘટાડો…

આ વર્ષે ખેડૂતોને મોટેભાગના પાકના ભાવ ખૂબ જ સારા મળી રહ્યા છે. આ કારણોસર ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ જે ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું છે. તે ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોને ડુંગળીના સારા ઉત્પાદન સામે ડુંગળીનો ભાવ મળી રહ્યો નથી.

આ વર્ષે મહેસાણા જિલ્લામાં ડુંગળીનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થયું છે. ડુંગળી નું સારું ઉત્પાદન હોવા છતાં પણ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યા છે. મહેસાણાની માર્કેટયાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઇ હતી. આ કારણોસર આ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થયો હતો.

હાલમાં ડુંગળીના ભાવની વાત કરીએ તો હોલસેલ ભાવમાં 8 થી 12 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યો છે. અને રીટેલ ભાવની વાત કરીએ તો 20 થી 30 પ્રતિ કિલો બોલાઈ રહ્યો છે. એક સમયે ડુંગળીનો પ્રતિ કિલો બોલાઈનો રીટેલ ભાવ 100 રૂપિયા હતો. પરંતુ હાલમાં ભાવ ખૂબ જ ઘટી ગયો છે.

ડુંગળીની આવકની વાત કરીએ તો મહેસાણા માર્કેટયાર્ડમાં રોજ 120 થી 130 ટન જેટલી ડુંગળીની આવક થાય છે. જ્યારે તેની જાવક 60 થી 70 ટન છે. આવકની સામે જાવક ઓછી હોવાના કારણે ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

જો આ જ રીતે ખેડૂતોને ડુંગળીનો ભાવ મળતો રહ્યો હતો ખેડૂતોને ડુંગળીના વાવેતર થી લઈને ઉત્પાદન સુધીનો ખર્ચો પણ નીકળી શકે એમ નથી. માર્કેટયાર્ડ ડુંગળીની મબલખ આવક જોવા મળી રહી છે. પરંતુ તેની સામે ખેડૂતોને પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*