આ વર્ષે સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થયું હતું. મોટા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થયા બાદ ડુંગળીનું વેચાણ ભાવનગર માર્કેટ યાર્ડ અને મહુવા માર્કેટયાર્ડમાં થઈ રહ્યું છે. હજુ પણ માર્કેટયાર્ડમાં ડુંગળીની આવક સતત ચાલુ છે. આ વર્ષે ભાવનગર સિવાય અન્ય રાજ્યમાં ડુંગળીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું.
શરૂઆતમાં માર્કેટયાર્ડમાં ખેડૂતોને ડુંગળીના ભાવ ખૂબ જ સારા મળી રહ્યા હતા. પરંતુ માર્કેટયાર્ડમાં ડુંગળીની આવક વધતા જ ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળી રહ્યા નથી. મોટે ભાગની માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ સાવ તળિયાની સપાટીએ પહોંચી ગયા છે.
ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં જ એવું લાગી રહ્યું છે કે ભાવનગર જિલ્લાના ડુંગળીનું ઉત્પાદન કરનાર ખેડૂતો પાયમાલ થઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે 18000થી વધારે હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં પરંતુ આ વર્ષે ડુંગળીના બિયારણના ભાવ પણ આસમાને સપાટીએ પહોંચી ગયા છે.
ખેડૂતોએ મોંઘા બિયારણ ખરીદીને ડુંગળીનું વાવેતર કર્યું હતું. ડુંગળીનું ઉત્પાદન પણ ખૂબ જ સારું થયું. પરંતુ માર્કેટ યાર્ડમાં હાલ માં ખેડૂતોને ડુંગળીનો ભાવ સરખો મળી રહ્યો નથી. મળતી માહિતી મુજબ ક્યારે માર્કેટ યાર્ડ ડુંગળીની આવક નહોતી ત્યારે મણ ડુંગળીનો ભાવ 600 રૂપિયાથી લઈને 700 રૂપિયા ચાલી રહ્યો હતો.
પરંતુ જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડ ડુંગળીની આવક શરૂ થઇ ત્યારે ભાવનગર માર્કેટ યાર્ડના 20 કિલો ડુંગળી નો ભાવ 60 રૂપિયાથી લઇને 150 રૂપિયા બોલાયો હતો. ડુંગળીના આટલા નીચા ભાવ જોઈને ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment