ગુજરાત સમગ્ર ભારતભરમાં કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સમગ્ર ભારતમાં સૌથી વધારે કેસો મહારાષ્ટ્રમાંથી આવે છે અને તેના કારણે મહારાષ્ટ્ર સરકારે કોરોના ને કાબુ કરવા શનિવાર અને રવિવારના રોજ સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કર્યું હતું.
તેમ છતાં ખૂણાની કેસોમાં સતત વધારો થતાં સરકાર ની ચિંતામાં વધારો થયો છે અને ક્યારે મહારાષ્ટ્ર સરકારે હીરાઉદ્યોગ ને મોટો ઝટકો આપેલ છે.
મુંબઈ સ્થિત ભારત ડાયમંડ બુર્સ ને બંધ કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને તે પણ અચોક્કસ મુદ્દત માટે બંધ રાખવાની નોટિસ ફરતી થઈ છે. સોશિયલ મીડિયામાં વહેતા થયેલા મેસેજમાં જણાવ્યું છે.
કે બીજી કોઈ માહિતી ન મળે ત્યાં સુધી ભારત ડાયમંડ બુર્સ ને બંધ રાખવામાં આવશે. મળતી માહિતી મુજબ ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા હીરાના વેપારીઓ ને ઇમેઇલ દ્વારા નોટિસ મોકલી દેવામાં આવી છે.
મુંબઈમાં ભારત ડાયમંડ બુર્સ બંધ થતાં દેશના હીરાઉદ્યોગમાં આર્થિક રીતે મોટો ફટકો પડી શકે છે અને તેની સીધી અસર ગુજરાતના સૂરતમાં પડી શકે છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોના ના 2875 કેસ નોંધાયા છે અને 2024 દર્દીઓ સાજા થયા છે.
અત્યાર સુધીમાં 2,98,737 દર્દીઓ કોરોના મુક્ત થયા છે તો આજે 14 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4566 લોકોના મોત કોરોના ના કારણે થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment