સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.
તમે સોશિયલ મીડિયામાં ઘણા લોકોના ગજબ ડ્રાઇવિંગના વિડીયો જોયા છે. ઘણા લોકો કારમાં બેસીને કેવી રીતે ડ્રાઇવિંગ કરતા હોય છે જાણે કોઈ રમકડું ન હોય. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયો જોઈને તમે પણ દંગ થઈ જશો.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ડ્રાઇવર 2 લાકડા પરથી પોતાની કારણે કેનાલ પાર કરાવે છે. આ કરતી વખતે જો જરાક પણ ભૂલ થઈ હોત તો ડ્રાઇવરનું મૃત્યુ નિશ્ચિત હતું. ડ્રાઇવર ખૂબ જ ભારે હિંમત કરી અને પોતાની ડ્રાઇવિંગની આવડત બતાવીને કારને બે લાકડા પરથી પસાર કરી હતી.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક કેનાલ પર બે લાકડાઓ રાખવામાં આવ્યા છે. કેનાલની એક બાજુ એક કાર ઊભેલી દેખાય છે. તે કાર ધીમે ધીમે કેનાલ તરફ આગળ વધે છે.
Every path in life has a bridge….the journey is in crossing it successfully. If you have the right tyres, you have nothing to be scared about! pic.twitter.com/hStJvLvv0W
— Harsh Goenka (@hvgoenka) March 29, 2022
કારનો ડ્રાઈવર કેનાલ પર મૂકેલા બે લાકડા પરથી કાર ચલાવે છે અને કેનાલની એક બાજુથી બીજી બાજુ ચાલ્યો જાય છે. આ જોઈને તમામ લોકો ચોંકી ગયા અને ઘણા લોકોને તો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો.
હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો જાણીતા ઉદ્યોગપતિ Harsh Goenkaએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શૅર કર્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 31 હજારથી પણ વધારે લોકોએ જોયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment