મહિલા ડોક્ટરે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધી – સુસાઈડ નોટ વાંચીને તમારી આંખોમાંથી પણ આંસુ આવી જશે…

Published on: 12:44 pm, Thu, 31 March 22

છેલ્લા થોડા દિવસોથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજસ્થાનમાં દૌસા જિલ્લામાં એક મહિલા પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. એક નામાંકિત મહિલા ડોક્ટરે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ સમાચાર સામે આવતા જ બધા લોકો દંગ થઇ ગયા હતા.

આઠ વર્ષથી હોસ્પિટલ ચલાવતા ડોક્ટર દંપતીના જીવનમાં એક ઘટનાએ એમના જીવનને હચમચાવી નાખ્યું હતું. મળતી માહિતી અનુસાર મહિલાના ડોક્ટર પતિએ જ્યારે રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે ડોક્ટર પત્ની લટકતી હાલતમાં જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈને પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી મુજબ રાજસ્થાનના દૌસા જિલ્લાના લાલસોટ શહેરમાં 42 વર્ષીય ડોક્ટર અર્ચના શર્મા અને 46 વર્ષીય ડોક્ટર સુનિત ઉપાધ્યક્ષ આનંદ નામની હોસ્પિટલ ચલાવે છે. અહીં 22 વર્ષની આશા દેવી નામની એક ગર્ભવતી મહિલા ને દાખલ કરવામાં આવી હતી. આશાદેવીનું ડિલિવરી વખતે કરૂણ મૃત્યુ થાય છે.

પરંતુ આશા દેવીના બાળકને બચાવી લેવામાં આવે છે. ડીલેવરી દરમિયાન મહિલાનું મૃત્યુ થતાં પરિવારજનો ભારે રોષે ભરાયા હતા અને હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ ડોક્ટર સામે મહિલાનો જીવ લીધો છે તેવો ગુનો નોંધાવ્યો હતો. આ સમગ્ર ઘટના બનતા જ ડોક્ટર અર્ચના શર્મા ખૂબ જ ઓપરેશન માં આવી ગયા હતા.

ડિપ્રેશનમાં આવીને તેઓએ મંગળવારના રોજ સવારે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જ્યારે અર્ચના શર્માના પતિ સુનિતા ઘરે આવ્યા. ત્યારે તેમને લટકતી હાલતમાં અર્ચનાનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

આ ઘટનાને લઇને ડોક્ટરોએ 24 કલાક ગામનો બહિષ્કાર કર્યો હતો. સમગ્ર ઘટનાને લઇને રાજસ્થાનના આરોગ્ય મંત્રીએ પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું અને આ ઘટનાને લઇને બેજવાબદાર લોકો સામે પગલાં ભરવાની વાત કરી હતી. મહિલા ડોક્ટરે મૃત્યુ પહેલા એક સુસાઈડ નોટ પણ લખી હતી.

તેમાં લખ્યું હતું કે, મેં કોઈ ભૂલ નથી કરી, મારું મૃત્યુમાં કદાચ મારી નિર્દોષતા સાબિત કરી શકે છે. હું મારા બાળકો અને પતિને ખૂબ જ પ્રેમ કરું છું. મારા મૃત્યુ બાદ તેમને કોઈ પરેશાન કરશો નહીં. પીપીએચ કોમ્પલિકેશન છે. તેના માટે ડૉક્ટરને આટલા હેરાન કરવાનું બંધ કરો. આ ઉપરાંત લખ્યું હતું કે મારા બાળકોને માતાની કમી મહેસૂસ થવા દેતા નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મહિલા ડોક્ટરે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધી – સુસાઈડ નોટ વાંચીને તમારી આંખોમાંથી પણ આંસુ આવી જશે…"

Leave a comment

Your email address will not be published.


*