આશરે 15 દિવસ પહેલાં કોટામાં એક ઘરની પાણીની ટાંકીમાંથી દોઢ વર્ષની માસુમ બાળકનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટના બની ત્યારે ભારે અફરાતફરી મચી ગઇ હતી. બાળકના મૃત્યુ પછી પરિવારજનોએ બાળકને દફનાવી દીધો હતો. પરંતુ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યું હતું.
આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ તપાસ કરી રહી હતી. ત્યારે ઘટનાના 15 દિવસ બાદ આજે પોલીસે બાળકનો જીવ લેનાર આરોપીની ધરપકડ કરી લીધી છે. મૃત્યુ પામેલા બાળકનું નામ અબીર હતું. બાળકનો જીવ બીજા કોઈએ નહીં પરંતુ બાળકની કાકીએ જ લીધો છે.
મળતી માહિતી અનુસાર બાળકની કાકીનું નામ સોબિયાના છે. કાકીએ પોતાના કેટલાક સંબંધી યુવકો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે 15 દિવસ પહેલા આ ઘટના બની ત્યારે ઘરમાં માત્ર અને માત્ર ખાલી મહિલાઓ જ હાજર હતી. મળતી માહિતી અનુસાર સોબિયા તેની ભાભી અજુમ પર ખૂબ જ ગુસ્સે રહેતી હતી.
મળતી માહિતી અનુસાર છ-સાત મહિના પહેલા મૃત્યુ પામેલા બાળકના ઘરમાંથી ચોરી થઈ હતી. કબાટમાંથી સોનાના ઘરેણા અને 90 હજાર રૂપિયા ગાયબ હતા. આ કબાટને તાળું તોડવા માં નહીં પરંતુ ખોલવામાં આવ્યું હતું. આ ઘટના બન્યા બાદ પરિવારજનોએ પોલીસ ફરિયાદ ન કરી હતી.
આ ચોરી મૃત્યુ પામેલા બાળકના કાકી સોબિયાને કરી હતી તેવું કહેવામાં આવી રહ્યું હતું. આ ઘટના બન્યા બાદ સોબિયા પોતાના ભાભી સાથે નાની-નાની વાતમાં માથાકૂટ કરવા લાગી હતી. બંને એક જ ઘરમાં રહેતી હતી છતાં પણ એકબીજા સાથે બોલતી ન હતી.
આ વાતનો ખાર રાખીને કાકીએ પોતાના દોઢ વર્ષના ભત્રીજાને પાણીની ટાંકી માં નાખી દીધો હતો. આ કારણોસર તેનું કરૂણ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ છેલ્લા 15 દિવસથી પરિવારજનોની કડક પૂછપરછ કરી રહી હતી. કડક પૂછપરછ દરમિયાન કાકીએ પોતાનો ગુનો કબૂલ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment