દેશભરમાં છેલ્લા થોડાક સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનાનો એક વિડીયો પર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં એક બસ એ એક ત્રણ વર્ષના બાળક અને એક મહિલાને કચડી નાખ્યા હતા.
આ કારણોસર બંનેના ઘટના સ્થળે નોંધ થયા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આર હૃદય દ્રાવક અકસ્માતની ઘટના નરસિંહપુર માંથી સામે આવી રહી છે.
આ અકસ્માતની ઘટના આજરોજ સવારે 9:00 વાગ્યાની આસપાસ બની હતી. ઉમાબેન નામની મહિલા આજરોજ સવારે પોતાની ભત્રીજી સોનમને શાળાએ મૂકવા ગયા હતા. આ દરમિયાન સોનમનો નાનો ભાઈ સાગર પણ તેમની સાથે ગયો હતો. ઉમાબેન અને તેમનો ભત્રીજો સાગર સોનમને શાળાએ મૂકીને પગપાળા ઘરે આવી રહ્યા હતા.
આ દરમિયાન નરસિંહપુરથી સાગર તરફ જતી બસે ઉમાબેન અને માત્ર ત્રણ વર્ષના સાગરને કચડી નાખ્યા હતા. અકસ્માતની ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બસ ચાલક ઘટના સ્થળે જ બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે બસ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃત્યુ પામેલા ઉમાબેન ની ઉંમર 48 વર્ષની હતી અને મૃત્યુ પામેલા સાગરની ઉંમર ત્રણ વર્ષની હતી. બસની નીચે કચડાઈ જવાના કારણે બંને અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ આસપાસના લોકો બંનેને સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા.
ચાલીને ઘરે જઈ રહેલા કાકી અને 3 વર્ષના ભત્રીજાને બસ ચાલકે કચડી નાખ્યા, બંનેના તડપી તડપીને મોત… જુઓ લાઈવ અકસ્માતનો વિડીયો… pic.twitter.com/9ffiai3AzL
— GUJJU ROCKZ (@gujju_rockz) January 20, 2023
બંનેના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારના લોકો અને આસપાસના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે બસ ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment