દોસ્તો અસામાજિક તત્વો ના આંતકના કારણે ઘણા બધા લોકો સાવ કંટાળીને થાકી જતા હોય છે. અને છેલ્લે પોતાનો જીવ ટૂકાવતા હોય છે. હાલમાં સુરત શહેરના સરથાણા વિસ્તારમાંથી કિસ્સો સામે આવ્યો છે જેમાં 32 વર્ષીય અતુલ ભાલાળા નામના એક બેંક કર્મચારીએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે.
અતુલ પોતાના ઘરે ઘઉંમાં નાખવાની ત્રણ ગોળી ખાય આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે અને પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર અતુલે આખરે આપઘાત કરી પોતાનો જીવ ટૂકાવ્યો છે.માહિતી મળી રહી છે કે અતુલ ભાલાળાએ સુસાઇડ નોટ માં સુરતની કુખ્યાત ગેંગ સાથે જોડાયેલા માણસોના નામનો ઉલ્લેખ પણ કર્યો છે
અને પોતાની સુસાઇડ નોટ માં રોનક હિરપરા, રજની ગોયાણી અને જીગો કુંડલાના ત્રાસ હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે અને તેની સાથે ચીટીંગ થઈ હોવાની વાત પણ સામે આવી રહી છે.સુસાઇડ નોટ મળતા સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
ત્યારે આ યુવકના પગલાના કારણે તેનો પરિવાર ઘેરા શોક માં ગરકાવ થઈ ગયો છે. બીજી બાજુ પરિવાર પર સામાજિક આગેવાનો જ ફરિયાદ ન કરવા સમાધાન કરી લેવા ફોન કરી રહ્યા હોવાનો આરોપ પણ લાગી રહ્યા છે
મિત્રો અતુલ ભાલાવાય પાટીદાર અનામત આંદોલનમાં ખૂબ સક્રિય ભૂમિકા ભજવી હતી અને આ જ વ્યક્તિ આપઘાત કરે તો તમામે તમામ લોકોને આશ્ચર્ય તો થાય જ પરંતુ સાથે સાથે ઘેરા શોકમાં પણ ચાલ્યા ગયા છે.
અતુલે સુસાઇડ નોટ માં લખ્યું છે કે આ ત્રણ લોકો મને હેરાન કરતા હતા અને તેઓને સજા મળે તે માટે તેને આજીજી પણ કરી છે ને ઉપર જણાવેલા ત્રણેય લોકો તેને ખૂબ જ હેરાન કરતા હતા અને સુસાઇડ નોટ ના આધારે અતુલને આપઘાત કરવા મજબૂત કરનાર ટોળકીને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment