હનુમાન દાદાના આ મંદિરે કાગળમાં મનોકામના લખીને દાદાને અર્પણ કરશો, તો તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ જશે…

ગુજરાતની પવિત્ર ધરતી પર ઘણા દેવી-દેવતાઓના મંદિરમાં આવેલા છે ત્યારે આજે આપણે એક એવા હનુમાન દાદા ના મંદિર વિશે વાત કરીશું કે જેનો મહિમા અનેરો છે અને ખૂબ જ અપરંપાર પણ છે. વિસ્તૃતમાં જણાવીશ તો આ હનુમાન દાદા નું મંદિર બનાસકાંઠાના ડીસામાં આવેલું છે.

મંદિરને હઠીલા હનુમાન દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે. હઠીલા હનુમાન દાદા ના મંદિર નો મહિમા અપરંપાર રહ્યો છે અને અહીં હઠીલા હનુમાન દાદા ના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. વાત જાણે એમ છે કે આ મંદિર બીજા કરતાં થોડું અનોખું છે.

કારણ કે અહીં કોઈ પણ લોકો પોતાની મનોકામના કાગળ પર લખી હનુમાન દાદા આગળ મૂકે છે.જેથી તેમની મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિરના દર્શનાર્થે લોકો દૂર દૂરથી ઉમટી પડે છે. કારણ કે આ મંદિરની ખ્યાતિ દિવસેને દિવસે વધી રહી છે. એટલું જ નહીં પરંતુ શનિવારના દિવસે આ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે.

કહેવાય છે કે અહીં ભક્તો પોતાની સાથે પૂજા નો સામાન લાવવાની જગ્યાએ કાગળ અને બોલપેન લાવે છે. કારણ કે પોતાની મનોકામનાઓ એ કાગળ પર લખી હનુમાન દાદા આગળ મૂકે છે. જેનાથી એ બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.

બનાસકાંઠાના ડીસામાં આવેલા હઠીલા હનુમાન દાદા ના મંદિર નો મહિમા અપરંપાર રહ્યો છે.તેથી ભક્તો પણ દાદા ના દર્શનાર્થે આવે છે. આપણા ગુજરાતની ધરતી પર અનેક જગ્યાએ એવા પવિત્ર મંદિરો આવેલા છે કે જેમનો અલગ અલગ મહિમા હોય છે, ત્યારે હાલ તો આ બનાસકાંઠાના ડીસાનો મંદિર પણ અને રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*