સોશિયલ મીડિયા પર લગ્ન પ્રસંગના ઘણા અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત દુલ્હા અને દુલ્હનની એન્ટ્રીના ધમાકેદાર વિડીયો જોયા હશે. ઉપરાંત ઘણી વખત લગ્નની અલગ અલગ પ્રકારની વિધિ ના વિડીયો પણ સોશિયલ મીડિયા પર તમે જોયા હશે.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને સમાજમાં ઘણી બધી જાગૃતતા ફેલાઈ શકે છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક લગ્નની રસમ ચાલી રહી છે. જેમાં દુલ્હનના પિતા અને પંડિત દુલ્હા સાથે બેઠેલા નજરે પડી રહ્યા છે.
આ દરમિયાન દુલ્હનના પિતા એક કળશની સાથે 500 રૂપિયાની નોટનું બંડલ દુલ્હાને આપે છે. આ દરમિયાન દુલ્હાએ તે નોટના બંડલ માંથી માત્ર એક નોટ લે છે અને બાકીના રૂપિયા લેવાની ના પાડે છે. આ દરમિયાન પંડિતજી અને દુલ્હનના પિતા પરાણે તે રૂપિયા દુલ્હને આપે છે.
પરંતુ દુલ્હો તે રૂપિયા લેવાની ના પાડી દે છે. આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જે વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો sharmaharitesh નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.
View this post on Instagram
વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. લોકો વીડિયોને લાખોની સંખ્યામાં જોઈ રહ્યા છે અને લાખોની સંખ્યામાં વીડિયોને પસંદ કરી રહ્યા છે. ઉપરાંત લોકો કોમેન્ટ બોક્સમાં ખૂબ જ સારી સારી કોમેન્ટ કરી રહ્યા છે. જ્યારે ઘણા આળવીતરા લોકો આ વીડિયોને રમુજી રીતે યુઝ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment