હાલ આપણી સમક્ષ અવનવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે હાલ જે મોંઘવારીએ માઝા મૂકી છે. તે જોતાની સાથે તો એવું લાગે છે કે સામાન્ય લોકોના ખિસ્સા ખાલી કરીને જ રહેશે. ત્યારે આપણે રોજિંદા જીવનમાં જરૂરી ચીજવસ્તુઓ જેવી કે શાકભાજી, ઇંધણ જેમા મોંઘવારીએ માઝા મૂકી છે. જ્યારે આપણી સમક્ષ એવો કિસ્સો સામે આવ્યો છે કે એક મીઠાઈ ના બોક્ષ માં લીંબુ આપતા મહેમાનો જેને જોઈને વરરાજા ના ચહેરા પર એક હાસ્ય દેખાઈ રહ્યું છે.
ત્યારે આવોજ એક કિસ્સો રાજકોટ જિલ્લાના ધોરાજી માં એક લગ્ન પ્રસંગમાં બન્યો હતો. ત્યારે માત્ર લીંબુ ગિફ્ટ આપવાનો હેતુ એટલો જ હતો કે હાલ લીંબુના ભાવ આસમાને ચડી જાશે. ત્યારે લીંબુ ગિફ્ટમાં આપી શકાય, ત્યારે એક લગ્ન પ્રસંગમાં નવાઈની વાત તો એ છે કે અને મીઠાઈના બોક્સમાં લીંબુ વરરાજાને ભેટ તરીકે આપવામાં આવ્યું,ત્યારે વરરાજાના ચહેરા પર એક અલગ જ હાસ્ય દેખાતુ હતું.
ત્યારે માત્ર લીંબુના નહીં પરંતુ અનેક શાકભાજીઓ અને પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધ્યા છે. ત્યારે કહી શકાય કે સામાન્ય લોકોને તો જીવવું મુશ્કેલ બન્યું છે. અને આવી મોંઘવારીમાં ગુજરાન ચલાવવું પડે છે. ત્યારે લીંબુ નો ભાવ કે જે 1 કિલો 300 રૂપિયા થી કે વધુ હોવાથી સામાન્ય લોકોને આર્થિક સ્થિતિ કમર ભાંગી છે.
ત્યારે આજે સૌથી વધુ લીંબુના ભાવમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે આ લગ્ન પ્રસંગમાં આવું કરવાનો મુખ્ય હેતુ એ જ હતો કે વાત બધા સુધી પહોંચશે અને સામાન્ય લોકોની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરે તે માટે એ લગ્નમાં વરરાજાને ભેટ તરીકે લીંબુ આપવામાં આવ્યા અને સૌ લોકોનું ધ્યાન ખેંચાય એવો એક એવો પ્રયત્ન કરવામાં આવ્યો એ વાત સાચી છે કે આ વાત સાંભળીને એ કોઈનો હાસ્ય રોકી શકાતું નહીં હોય પરંતુ આ વાત સાચી છે.
જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજીના હિરપરા વિસ્તારમાં પ્રશાંત મોણપરા કે જેમના લગ્ન હતા. તેમાં વરરાજા ને પ્રોત્સાહિત કરવા માટે સોના ચાંદી કે રોકડ રકમ ને બદલે લીંબુ ગિફ્ટ જે હાસ્ય ભરી વાત કહી શકાય ત્યારે આ કરવાનો મુખ્ય હેતુ માત્ર હળવો વિરોધ હતો. હાલ જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ ના ભાવ આસમાને ચડ્યો છે. ત્યારે સૌથી વધુ મુશ્કેલી તો સામાન્ય વર્ગના માણસો ને પડે છે કે જે લોકો રોજ લઈને જરૂર પૂરી કરતા હોય છે.
ત્યારે જો આ ભાવોને અંકુશમાં લાવવામાં આવે એવી જ એક સામાન્ય લોકોની માંગ છે એટલું જ નહીં પરંતુ આવો એક સોશિયલ મીડિયા પર બીજો ફોટો પણ વાયરલ થયો હતો કે જેમાં વધુ પેટ્રોલની 1 લીટર બોટલ આપવામાં આવી હતી. કત્યારે સરકાર જો આવી બધી વાતોને ધ્યાનમાં લઈને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવને અંકુશમાં લાવશે, તો જીવવું સરળ બનશે. નહીતો સામાન્યથી લઈને દરેક લોકોની આર્થિક સ્થિતિ કથળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment