સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટીયા નજીક 12 ફેબ્રુઆરીના રોજ એક તરફી પ્રેમમાં એક યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરીયા નામની દીકરીનો જીવ લઇ લીધો હતો. દીકરી ગ્રીષ્માના પિતા આફ્રિકા હોવાથી તેના અંતિમ સંસ્કાર બે દિવસ સુધી કરવામાં ન આવ્યા હતા.
આફ્રિકાથી સુરત આવેલા પિતાએ દીકરી ગ્રીષ્માના મૃત્યુના સમાચાર સાંભળીને તે ત્યાં જ જમીન પર ઢળી પડ્યા હતા. આ ઘટનાના કારણે સમગ્ર પાટીદાર સમાજમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
દીકરી ગ્રીષ્માની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ઉપરાંત મહિલાઓ પણ મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં જોડાઈ હતી. અંતિમ યાત્રા વખતે ત્યાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ હતા.
લાડકવાઈ દીકરી ગ્રીષ્માની અંતિમ વિદાય વખતે આખું સુરત હીબકે ચડ્યું, હજારોની સંખ્યામાં લોકો અંતિમ વિદાયમાં જોડાયા… pic.twitter.com/aEIwPqrl4O
— GUJJU ROCKZ (@gujju_rockz) February 15, 2022
દીકરી ની અંતિમ વિદાય સમયે તેમની માતા છેલ્લી વખતે દીકરી ના દર્શન માટે તેમની નનામી પાસે આવી પહોંચ્યા હતા. નનામી પાસે આવેને દીકરીને ભેટીને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા હતા.
આ દ્રશ્ય જોઈ લે તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા અને લોકો ભાવુક થઇ ગયા હતા. દીકરીની અંતિમ વિદાય વખતે સમગ્ર વિસ્તારમાં જિલ્લા પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો.
અશ્વિનીકુમાર સુધી સ્પેશિયલ બ્રાંચ કામગીરી બંદોબસ્તની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે દીકરી ગ્રીષ્માના પિતા નંદલાલભાઇ ને પહેલા કહેવામાં આવ્યું હતું કે, ભાઈ નો અકસ્માત થયો હોવાથી તેમને સૂરત આવવાનું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment