સાળંગપુર ધામના સંતો ખજૂર ભાઈના ઘરે… નિતીન જાની જે જગ્યાએ વૃદ્ધાશ્રમનું નિર્માણ કરે છે તે જગ્યાએ સંતોના પાવન પગલા પડાવ્યા…

ગુજરાતના પ્રખ્યાત કોમેડિયન ખજૂર ભાઈ એટલે કે નીતિન જાની યુટ્યુબ પર બધાને હસાવાની સાથે વૃદ્ધો, વડીલોને ગાયોની પણ સેવા કરે છે. આજે ગુજરાતમાં નીતિન જાનીને કોઈ ઓળખતું ના હોય તેવું ભાગ્ય જ બની શકે. નાની ઉંમરમાં ખૂબ મોટા મોટા કામ કરીને નીતિન જાની આજે લોકપ્રિય ચહેરો બની ગયો છે. હાલમાં જ નિતીન જાની ના ઘરે પૂજ્ય શ્રી હરિ પ્રકાશદાસ સ્વામી, શ્રી કોઠારી સ્વામી અને નવસારી જિલ્લાના એસપી વાઘેલા સાહેબ પધાર્યા હતા.

નિતીન જાની દ્વારા તૈયાર થતા જાની દાદા આશ્રમમાં સ્વામીએ આશીર્વાદ રૂપી પગલા પડ્યા છે એની તસ્વીરો અને વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. મહુવાના રાણત ગામે જાની દાદા ના નામથી ગૌશાળા અને વૃદ્ધાશ્રમ ભૂમિ પૂજન કર્યું હતું. આ વૃદ્ધાશ્રમ અને ગૌશાળા આશરે પાંચ કરોડના ખર્ચે ત્રણ વીઘા જમીન પર નિર્માણ પામશે.

તેમના પિતાજી પ્રતાયરાય અંબાશંકર જાની ને યાદ માં બનાવેલા જાની દાદા ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ ચાલશે. આ વૃદ્ધાશ્રમમાં 60 જેટલા રૂમ હશે, જ્યાં 500 જેટલા વૃદ્ધો સમાઈ શકશે. અહીં મંદિર, યજ્ઞ શાળા, વોકિંગ ટ્રેક સહિતની સુવિધા વૃદ્ધો માટે ઉપલબ્ધ કરાવાશે અને ગૌશાળામાં સો ગાયોની સંભાળ રાખવામાં આવશે.

ખજૂર ભાઈ ની ઓળખ એક માત્ર યુટ્યુબર તરીકેની જ હતી, જો કે કોરોના કાળમાં ઘરમાં નાના વેપારીઓની ખરાબ હાલત જોઈને તેમના સેવા કરવાની પ્રેરણા મળી હતી. પછી સેવાનો અવરીત પ્રવાહ ચાલુ રાખ્યો હતો, તાઉ-તે વાવાઝોડું આવ્યું એ સૌરાષ્ટ્રવાસીઓ માટે પડ્યા પર પાટુ સમાન હતું. આ સમયે પણ નીતિનભાઈ સેવા કરવામાં પાછું વળીને જોયું નથી, કોઈપણ સેવા કરવા માટે તેઓ તાત્કાલિક પોતાનું ટીમ સાથે પહોંચી જાય છે.

વાવાઝોડાના ખરાબ સમયમાં તેઓએ ગરીબ લોકોને 200 થી વધુ ઘર બનાવી આપ્યા હતા. એક સમાજસેવક તરીકે ઉભરી આવ્યા હતા, આ સેવાકારીને લોકોએ ગુજરાતના સોનુ સુદ તરીકે પણ બિરદાવ્યા હતા. યુવાનો આદર્શ એવા નિતીન જાને ઉર્ફે ખજૂર ભાઈ હાલમાં જ સગાઈના બંધનમાં બંધાયા હતા. તેમના હમસફર મીનાક્ષી દવે છે, મીનાક્ષી દવે અમરેલી જિલ્લાના દોલતી ગામના વતની છે.

તેમના પિતા સિંચાઈ ખાતામાં નોકરી કરે છે, જ્યારે તેમની માતા હાઉસવાઈફ છે. આ ઉપરાંત મીનાક્ષી દવે ને ત્રણ મોટી બહેનો છે અને એક ભાઈ પણ છે. મીનાક્ષીએ ફાર્મસીમા બેચરલ કરેલું છે, તેઓ ચોથા ધોરણથી હોસ્ટેલમાં રહ્યા હતા. મીનાક્ષીને હોસ્ટેલમાં રહેવાનું પસંદ ન હતું, પરંતુ ધીમે ધીમે તેઓ હોસ્ટેલ લાઇફમાં સેટ થતા ગયા. હાલમાં તેઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને અમદાવાદમાં નોકરી કરે છે, મીનાક્ષી પોતાની જાતને નસીબદાર માને છે કે તેમના લગ્ન નીતિન જાની સાથે નક્કી થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*