ઘણીવાર ઘણા બાળકો પોતાના પરિવારથી વિખુટા પડી ગયા હોય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે.એવામાં જ હાલ એવી જ ઘટના સામે આવી હતી. જેમાં એક 8 વર્ષનો દીકરો પરબમાં ભરાતા મેળામાં પરિવારના લોકોથી વિખુટો પડી ગયો હતો, ત્યારે પોલીસે ગણતરીની મિનિટોમાં જ એ દીકરાના પરિવાર સાથે તેનું મિલન કરાવ્યું.
વાત જાણે એમ છે કે પરબધામ ખાતે અષાઢી બીજના રોજ મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ જ મેળામાં બાંધવાના પી.એસ.આઇ વિંયાબેન ચાવડા તેમના સ્ટાફ સાથે ત્યાં તેમની ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન આ મંદિર પરિસરમાં એક આઠ વર્ષનો દીકરો રડતો જોવા મળ્યો.
ત્યારે તેની પાસે જઈને આ પોલીસ કરમી એ દીકરાને પૂછપરછ કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયા. ત્યાં બેસાડીને તેને ભોજન પણ કરાવ્યો અને તેના માતા પિતાનું વિશે માહિતી પૂછી. પોલીસ કર્મીઓ દ્વારા એ દીકરાને પૂછપરછ દરમ્યાન કહ્યું ત્યારે તેણે કહ્યું કે તે પોતાના દાદી સાથે મેળવવામાં આવ્યો હતો. તે દરમિયાન તે તેના દાદીથી વિખુટો પડી ગયો હતો.
તેથી તેણે રડવાનું ચાલુ કર્યું હતું એવામાં જ એ પોલીસ કર્મીના નજરે આવતા પોલીસ કર્મી દ્વારા દીકરાને પોલીસ સ્ટેશન લઈ જવાય તે દરમિયાન જાણવા મળ્યું હતું કે આ દીકરો બાદલપરા ગામનો હોય છે. બાટવાના પી.એસ.આઇ વિજયાબેન ચાવડા જ્યારે તેમના સ્ટાફ સાથે મેળામાં ફરજ બજાવી રહ્યા હતા.
ત્યારે એક બાળક પોતાના પરિવારથી વિખુટો પડી ગયો છે. તેવું જાણ થતાની સાથે જ તેમની પાસે પહોંચી ગયા હતા. એવા જ આ બાદલપરા ગામના સરપંચ હરસુખભાઈ ને સંપર્ક કર્યો ત્યારે એ પરિવાર પડી ગયેલા દીકરાનો ફોટો મોકલવામાં આવ્યો કે તરત જ એ દીકરાની ઓળખ થઈ ગઈ.
તેમના પરિવારને જાણ થતાની સાથે જ તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને પોલીસે પણ એ દીકરાનો પરિવાર સાથે મિલન કરાવ્યું ત્યારે દીકરો પરિવારના લોકોને પેઢીને ભીની આંખે રડી પડ્યો હતો.એટલું જ નહીં પરંતુ પરિવારજનો એ પોલીસ સ્ટેશનને રહેલા બધા જ કરવી અને દિલથી આભાર માન્યો અને દિકરો પણ પરિવાર ને જોઇને ખુશ થઈ ગયો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment