ઘણી વખત આપણી સામે અમુક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે. જે સાંભળીને આપણે પણ આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે આજે આપણે ઘણા સમય પહેલા બનેલી એક ચોખા આવનારી ઘટના વિશે વાત કરવાના છીએ. દેશમાં દિવસેને દિવસે મહિલા ઉપર થતા અત્યાચારોના કિસ્સાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયા છે. ત્યારે ગુજરાતમાં ઘણા સમય પહેલા એક શરમજનક ઘટના બની હતી.
ગુજરાતના ખંભાતની અંદર આવેલા ધુવારણ સ્થિત ઇન્દ્ર ધર્મેશ્વર મહાદેવ મંદિર ખાતે રહેતા 70 વર્ષે પુજારી અમરનાથ વેદંતીય એવી હરકત કરી હતી કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. પુજારીએ સગીર યુવતીઓ સાથે ન કરવાની કરેલી વસ્તુઓના અશ્લીલ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ફોટા વાયરલ થતા જ સમગ્ર પથક ની અંદર ખળભળાટ બચી ગયો હતો.
આ ઘટના બની આબાદ પોલીસ એકસન મોડમાં આવી ગઈ હતી અને પોલીસે પૂજારીની ધરપકડ કરીને તેને જેલ ભેગો કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ પૂજારીએ ઘણી બધી સગીરાઓ અને મહિલાઓ સાથે આ પ્રકારની હરકતો કરી છે. મળતી માહિતી અનુસાર ગરીબ પરિવારની મહિલાઓનું દુઃખ દૂર કરી આપવાનું વચન આપીને નરાધમ પૂજારી પોતાની કામવાસના સંતોષતો હતો.
પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી ત્યારે અનેક પ્રકારની પુજારીઓની કાળી કરતુંતો ના પડદા ફાસ્ટ થયા હતા. મળતી માહિતી અનુસાર પૂજારીએ ભક્તોની પૈસાથી એક રૂમની અંદર ત્રણ જેટલી કેટલીક બીજી રૂમો બનાવી હતી. આ રૂમ ની અંદર માત્ર મહિલાઓને જવાની પરવાનગી હતી અને રૂમના દરવાજા અને બારીઓ ઉપર કાળી ફિલિપ લગાડી દેવામાં આવી હતી.
આટલું જ નહીં પરંતુ સમગ્ર મંદિર અને રહેણાંક વિસ્તારના સ્થળોની અંદર સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા હતા. જેના કારણે કોઈ બહારનું વ્યક્તિ આવે તો ખબર પડી જાય. ડનલોપ વાળા ગાદલા તેમજ બે એલઇડી ટીવી તેમજ એસી સાથે સંપૂર્ણ સુવિધામાં પુજારી રૂમની અંદર રહેતો હતો. મંદિરમાં દર્શન કરવા આવતી મહિલાઓની પૂજારી પોતાનો ટાર્ગેટ બનાવતો હતો.
ખાસ કરીને પુજારી ગરીબ ઘરની દીકરીઓ કે પછી જેનો પતિ દારૂડિયો હોય તેવી મહિલાઓને ખૂબ જ વધારે ટાર્ગેટ બનાવતો હતો. તે મહિલાઓને અલગ અલગ પ્રકારની લાલચ આપીને પોતાના વશમાં કરી લેતો હતો. ત્યારબાદ મહિલાઓ સાથે ન કરવાની હરકતો કરતો અને અડપલા કરતો હતો. પૂજારીની આ પ્રકારની હરકતના કારણે કેટલીક મહિલાઓએ તો મંદિરમાં પૂજા કરવાનું પણ બંધ કરી દીધું હતું.
પૂજારીના અશ્લીલ ફોટા વાયરલ થતા જ પોલીસે તેની પકડ કરી હતી. ધડ પકડે દરમિયાન પુજારી પાસેથી કેટલાક મોબાઈલ, લેપટોપ અને વેબ કેમેરા નીકળ્યા હતા. તેમ જ 11 જેટલા facebook એકાઉન્ટ પણ પૂજારી પાસે હતા. આટલું જ નહીં પરંતુ પુજારીએ કેટલીક મહિલાઓ સાથે ફોટા પડાવ્યા હતા. તે ફોટા તેને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment