સુરત શહેરમાં પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રેગિંગની ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયો વાયરલ થતાં જ હોસ્પિટલના ડીનને તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ઓથોપેડીકના સિનિયર રેસિડેન્ટ ડોક્ટરે 2 જુનિયરને અડધો કલાક સુધી દોડાવ્યા છે.
આ ઘટનાનો એક વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ સમગ્ર ઘટનાને લઇને સિનિયર રેસિડન્ટ ડોક્ટરે ટ્રેનિંગ ચાલી રહી હોવાનું કહ્યું હતું. આ ઘટના શનિવારના રોજ રાત્રે 10:00 થી 11 વાગ્યાની વચ્ચે બની હતી.
આ ઘટના સ્મીમેરના કેઝ્યુલિટી વિભાગની બહારની છે. અહીં એક સિનિયર ડોક્ટરે 2 જુનિયરને અડધો કલાક સુધી હોસ્પિટલમાં આમતેમ દોડી આવ્યા હતા. દોડતી વખતે બંને જુનિયર ડોક્ટરોનો શ્વાસ ફુલી ગયો હતો.
સુરતની સ્મિમેર હોસ્પિટલમાં સિનિયર ડોક્ટરે 2 જુનિયરને અડધો કલાક સુધી દોડાવ્યા – વીડિયો થયો વાયરલ… pic.twitter.com/qnxAmxAyOB
— GUJJU ROCKZ (@gujju_rockz) March 22, 2022
આ સમગ્ર ઘટનાને લઈને જ્યારે સિનિયર ડોક્ટર ને પૂછવામાં આવ્યું ત્યારે સિનિયર ડોક્ટરે કહ્યું કે આ ટ્રેનિંગનો એક પાર્ટ ઓફ વર્ક છે. સમગ્ર ઘટનાને લઇને કોલેજના ડીન ડોક્ટર દિપકે જણાવ્યું હતું કે, આ ખોટું છે. આ સમગ્ર ઘટનાને લઇને ઇન્કવાયરી થશે.
જે પ્રમાણે ડોક્ટરને દોડાવવામાં આવ્યા છે તે કોઈ પ્રકારની ટ્રેનિંગનો ભાગ લાગતો નથી. કોઈ સજાના ભાગરૂપે કે બંને ડૉક્ટરોની દોડાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે અથવા તો બંનેને રેગિંગના હેતુથી હેરાન કરીને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment