આજ સુધી તમે જોયું હશે અને સાંભળ્યું હશે કે કારણ કે અન્ય કોઈ વાહન ચલાવવા માટે હાથની જરૂર પડે છે. તેથી આર.ટી.ઓ દ્વારા એવા લોકોને જ ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવે છે જેઓ સંપૂર્ણ સ્વસ્થ હોય અને રસ્તા પર વાહન ચલાવી શકે. પરંતુ શું તમે કોઈ હાથ વગરની મહિલાને કાર ચલાવતી જોઈ છે, જો નહીં તો કેરળમાં રહેતા જીલુમલ મેરિયોટ થોમસ તેનું ઉત્તમ ઉદાહરણ છે.
જીલુમલ દેશની પ્રથમ મહિલા ડ્રાઇવર છે જેમને હાથ નથી છતાં પણ તે કાર ચલાવે છે અને તેના રોજિંદા કામ કાજ પૂર્ણ કરે છે. કેરળના કરીમનૂરમાં રહેતા 28 વર્ષીય જીલુમલ મેરીયોટ થોમસ બાળપણથી જ થાલિડોમાઈડ નામના સિન્ડ્રોમ થી પીડાય છે. જેમાં અસરગ્રસ્ત વ્યક્તિના હાથ અને પગ સામાન્ય રીતે વિકસિત થતા નથી.
આવી સ્થિતિમાં આ રોગને કારણે આ મહિલાના હાથ વિકાસ થઈ શક્યા નથી, જેના કારણે તે પગની મદદથી તેના તમામ કામ પૂર્ણ કરે છે. જીલુમલ મેરિયોટ વ્યવસાય એ ગ્રાફિક ડિઝાઇનર છે જ્યારે તેના પિતા ખેડૂત છે. જીલુમલને નાનપણથી જ કાર ચલાવવાનો શોખ હતો, પરંતુ શહેરના રસ્તા પર કાર ચલાવવાનું શીખવું તેના માટે સરળ ન હતું.
આવી સ્થિતિમાં તેણે એનાકુલમ યંગ વુમન ક્રિશ્ચિયન એસોસિએશન માં ડિઝાઇનિંગ નો કોર્સ કરવા માટે એડમિશન લીધું અને કોલેજની ચાર દીવાલોની અંદર કાર ડ્રાઇવિંગ શીખવાનું શરૂ કર્યું. આમ આજે તેને ડ્રાઇવિંગ શીખ્યું ત્યારે તેણે આર.ટી.ઓમાં લાઇસન્સ માટે અરજી કરી. તે ઇચ્છતી હતી કે તે ઓફિસથી ઘર સુધીની મુસાફરી કાર ચલાવીને પૂર્ણ કરે, પરંતુ આર.ટી.ઓએ તેમને લાઇસન્સ આપવાની ના પાડી દીધી.
હકીકતમાં 2014માં આર.ટી.ઓ એ તેની લાઇસન્સ ની અરજી નકારી કાઢી હતી. કારણ કે તેના હાથ ન હતા, આવી સ્થિતિ જીલુમલ મેરીયટે ન્યાય મેળવવા માટે હાઇકોર્ટ નું સંપર્ક કર્યો હતો અને આર.ટી.ઓના નિર્ણયને પડકાર્યો હતો. જે દરમિયાન તેણે કોર્ટમાં વિક્રમ અગ્નિહોત્રી અને ઓસ્ટ્રેલિયન મહિલા ડ્રાઇવર નો હાથ વગરનો ડ્રાઇવિંગ કરતો વિડીયો બતાવ્યો હતો.
આ રીતે જીલુમલ મેરીયટ નો આત્મવિશ્વાસ અને તેની કુશળતા જોઈને કોર્ટે તેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જે અંતર્ગત કોર્ટે જીલુમલને લર્નિંગ લાઇસન્સ આપવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટના આદેશ બાદ આર.ટી.ઓ.એ જીલુમલને લાઇસન્સ આપ્યું, ત્યારબાદ તેને પોતાની કાર ખરીદી. આ રીતે જીલુમલ મેરીયોટ કાર ખરીદ્યા પછી તેના પગ પર ડ્રાઇવિંગ કરીને તે ઘરેથી ઓફિસ અને બજાર જેવા સ્થળોએ મુસાફરી કરતી હતી.
ત્યારબાદ તેને થોડા સમય પછી સંપૂર્ણ ઓટોમેટીક કાર ખરીદી અને નવી કારને આર.ટી.ઓને માર્ગદર્શિકા અને જરૂરિયાત અનુસાર ડિઝાઇન કરવામાં આવી છે. જેથી તેને કાર ચલાવવામાં મુશ્કેલી ન પડે અને રસ્તા પરના અન્ય લોકો પણ સુરક્ષિત રહે. જીલુમલ મેરીયોટ સેંકડો લોકો માટે પ્રેરણા રૂપ છે જેવો તેમના ડર અને આત્મવિશ્વાસના અભાવને કારણે અથવા અન્ય કોઈપણ વાહન ચલાવવાથી ડરતા હોય છે. આજે ભલે જીલુમલ ઓટોમેટીક કારમાં મુસાફરી કરે છે પરંતુ તેના હાથ પગ ન હોવા છતાં તેણે આ કામ સામાન્ય કારથી શરૂ કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment