ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલ એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પાટણ શહેરમાં આવેલા નશા મુક્તિ કેન્દ્રમાં સારવાર રહેલા યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. નશા મુક્તિ કેન્દ્રના સંચાલક અને તેના માણસોએ મળીએ યુવકને એવો દર્દનાક મોત આપ્યો કે સાંભળીને તમારા પણ રુવાડા બેઠા થઈ જશે.
આટલો જ નહીં પરંતુ યુવકનો જીવ લીધા બાદ તેનું કુદરતી રીતે મોત થયું છે તેવું બતાવીને તેના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયા છે. સીસીટીવી ફૂટેજ સામે આવતા જ પોલીસે 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને 6 આરોપીઓની ધરપકડ કરી છે.
સમગ્ર ઘટનાને લઈને તપાસ અધિકારીએ જણાવ્યું કે, આરોપીઓએ ભેગા મળીને યુવકની સતત દોઢ કલાક સુધી ધુલાઈ કરી હતી. આ ઉપરાંત આરોપીઓએ યુવકનો ગુપ્તાંગને સળગાવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, હાર્દિક સુથાર નામનો વ્યક્તિ મહેસાણા રવાડે ચડી ગયો હતો.
થી છેલ્લા 6 મહિનાથી તે પાટણના જયોના નશા મુકી કેન્દ્રમાં સારવાર લઈ રહ્યો હતો. પરંતુ 17 ફેબ્રુઆરીના રોજ હાર્દિકના સંબંધીને નશા મુક્તિ કેન્દ્રના સંચાલકનો ફોન આવ્યો હતો. સંચાલકે સંબંધીને કહ્યું હતું કે હાર્દિકે ધારદાર વસ્તુ વડે પોતાના શરીર ઉપર પ્રહાર કર્યા છે. જેના કારણે તેનું બીપી ઘટી ગયું છે. અમે તેને દવાખાને લઈ જઈ રહ્યા છીએ. આ બાદ બીજા દિવસે સંચાલકે હાર્દિકના સંબંધીને ફોન કરીને જણાવ્યું હતું કે હાર્દિકનું મૃત્યુ થઈ ગયું છે.
આ વાતની જાણ થતા જ પરિવારના લોકો તાત્કાલિક હાર્દિક પાસે પહોંચી આવ્યા હતા. હાર્દિકના પરિવારજનોને કહેવામાં આવ્યું હતું કે બીપી ઘટી જવાના કારણે તેનું મોત થયું છે. ત્યાર પછી પરિવારના લોકોએ હાર્દિકના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા હાર્દિક સુથારને નશાની લત હોવાના કારણે તેના પિતા પણ ઘર છોડીને જતા રહ્યા હતા.
તેથી હાર્દિકની માતા સાથે કોઈ સંબંધી કે સમાજના લોકો સંબંધ રાખતા ન હતા. માતાને પણ પોતાના દીકરાના મોત અંગે કોઈ શંકાઓ ગઈ ન હતી અને આ મામલો સંપૂર્ણ રીતે દબાઈ જવાની સંભાવના હતી. પરંતુ પી.આઈ મેહુલ પટેલે નશા મુક્તિ કેન્દ્રના સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો.
પાટણના નશા મુક્તિ કેન્દ્રમાં આરોપીઓએ યુવકને દોઢ કલાક સુધી ઢોર માર્યો, પછી તેના પ્રાઇવેટ પાર્ટ સાથે કંઈક એવું કર્યું કે…જુઓ મોતનો હચમચાવી દેતો વિડિયો… pic.twitter.com/7737F9TVhl
— GUJJU ROCKZ (@gujju_rockz) March 11, 2023
તેમાં જોવા મળ્યું હતું કે નશા મુક્તિ કેન્દ્રના સંચાલક સંદીપ પટેલ અને તેના માણસોએ હાર્દિકના પગ બાંધીને તેની ધુલાઈ કરી હતી. ત્યારબાદ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. તે લોકોએ હાર્દિક સાથે કયા કારણોસર આવું કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment