સુરતમાં લોકોનો જીવ બચાવતી એમ્બ્યુલન્સે જ પાટીદાર યુવકનો જીવ લીધો, એવી જોરદાર ટક્કર લગાવી કે યુવક 5 ફૂટ હવામાં ફંગોળાઈને… જુઓ ધ્રુજાવી દેતા અકસ્માતનો LIVE વિડિયો…

Published on: 10:57 am, Sat, 11 March 23

સુરત શહેરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. સુરતના સરથાણા વિસ્તારમાં સર્જાયેલા ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે.

અહીં BRTS રૂટમાં ખૂબ જ ઝડપમાં જતી એમ્બ્યુલન્સ ચાલકે CAના વિદ્યાર્થીને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે યુવક પાંચ ફૂટ સુધી હવામાં ફંગોળાઈને નીચે પડ્યો હતો. આ કારણોસર વિદ્યાર્થીના સ્થળજ પ્રાણપંખેરુ ઉડી ગયા હતા. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ અનિલ રાજેશભાઈ ગોધાણી હતું અને તેની ઉંમર 21 વર્ષની હતી.

બીઆરટીએસ રૂટમાં એમ્બ્યુલન્સે અડફેટે લીધો.

અનિલ સરથાણા જકાતનાકા શ્યામધામ મંદિરની પાછળ શિવાય હાઈર્ટ્સ ખાતે રહેતો હતો. તે અમદાવાદમાં સીએ નો અભ્યાસ કરતો હતો અને છેલ્લા ત્રણ માસથી કાકા ઘરે રહેતો હતો. બુધવારના રોજ અનિલ તેની કોઈ ફોઈના ઘરે હોળી રમવા માટે ગયો હતો. મળતી માહિતી અનુસાર સીમાડા નાકા ઉમંગ હાઇટ્સની સામે BRTS રોડ પર એમ્બ્યુલન્સ ચાલકે અનિલને જોરદાર ટક્કર લગાવી હતી.

મૃતક અનિલ અમદાવાદમાં સીએનો અભ્યાસ કરતો હતો.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અકસ્માતની ઘટના બની આબાદ અનિલને સારવાર માટે ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળતા સરથાણા પોલીસે એમ્બ્યુલન્સ ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

5 ફૂટ દૂર ફંગોળાઈને વિદ્યાર્થી પડ્યો હતો.

આ ઘટના બનતા જ અનિલના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે અનિલ બીઆરટીએસ રૂટમાં રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન રૂટમાંથી પસાર થતી એમ્બ્યુલન્સે તેને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.

અનિલનું મોત થતા તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અકસ્માતનો વિડીયો જોઈને ભુલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે. અકસ્માતનો વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં લોકોનો જીવ બચાવતી એમ્બ્યુલન્સે જ પાટીદાર યુવકનો જીવ લીધો, એવી જોરદાર ટક્કર લગાવી કે યુવક 5 ફૂટ હવામાં ફંગોળાઈને… જુઓ ધ્રુજાવી દેતા અકસ્માતનો LIVE વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*