આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે છેલ્લા ઘણા દિવસોથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત બની રહી છે અને ગુજરાતના લોકોની અંદર આમ આદમી પાર્ટી માટે વિશ્વાસ અને ભરોસો હવે ધીરે ધીરે વધી રહ્યો છે તેવું તેમને જણાવ્યું હતું. એક પછી એક અરવિંદ કેજરીવાલજી દ્વારા ગુજરાતની જનતાને ગેરંટી અપાઈ રહી છે અને તેના કારણે ગુજરાતની જનતામાં અલગ ઉત્સાહ છે તેવું ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું હતું.
ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે આમ આદમી પાર્ટીનું સંગઠન હવે ધીમે ધીમે મોટું અને મજબૂત બની રહ્યું છે અને અગાઉના દિવસોમાં આમ આદમી પાર્ટી એ વિધાનસભાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કર્યા બાદ ભાજપના ઘણા બધા લોકોએ સંપર્ક કર્યો અને શુભેચ્છાઓ પાઠવી છે અને નિર્ણય ખૂબ સારો છે તેવું જણાવ્યું છે. તેઓએ જણાવ્યું કે પેલી યાદીને ખૂબ જ આવકાર મળ્યો છે અને લોકોએ સ્વીકાર કર્યો છે.
તેઓએ વધુમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટીના ખેડૂત વિંગના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાને ચોટીલા વિધાનસભા માંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પિયુષભાઈ પરમાર જેવો હાલ માળીયાહાટીના તાલુકા પંચાયતના સદસ્ય છે તેઓને જૂનાગઢની માંગરોળ વિધાનસભામાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
કરસનભાઈ કરમુર ને જામનગર ઉત્તર વિધાનસભામાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.તેઓ જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. નિમિષાબેન ખૂટને ગોંડલ વિધાનસભામાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.તેઓ આમ આદમી પાર્ટીમાં ખૂબ જ જુના ક્રાંતિકારી આગેવાન રૂપે કામ કરી રહ્યા છે.
પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટરને સુરતની 84 વિધાનસભામાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે અને તેઓ કોળી સમાજના પ્રમુખ તરીકે તેઓ સેવા બજાવી રહ્યા છે. વિક્રમભાઈ સોરાણીને વાંકાનેર વિધાનસભામાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે અને તેઓ અકીલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશના પ્રમુખ છે.
પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટરને સુરતની 84 વિધાનસભામાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે અને તેઓ કોળી સમાજના પ્રમુખ તરીકે તેઓ સેવા બજાવી રહ્યા છે. વિક્રમભાઈ સોરાણીને વાંકાનેર વિધાનસભામાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે અને તેઓ અકીલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશના પ્રમુખ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment