અમદાવાદ શહેરના ઇસકોન બ્રિજ પર 19 તારીખના રોજ બનેલી ભયંકર અકસ્માતની ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી છે. આ ઘટનામાં બગડેલા બાપની બગડેલી ઓલાદના કારણે 10 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મૃત્યુ પામેલા લોકોમાં ઘણા યુવાનો હતા. યુવાનોના મૃતદેહ જ્યારે તેમના વતન પહોંચ્યા ત્યારે ખૂબ જ કરુણ દ્રશ્યો સર્જાયા હતા.
જાણવા મળી રહ્યું છે કે 10 નિર્દોષ લોકોનો જીવ લેનાર આરોપીને જરાક પણ પસ્તાવો નથી અને જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને બેફામ જવાબ આપ્યા હતા તેવું પણ જાણવા મળી રહ્યું છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ ભયંકર અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાંથી 3 યુવાનો બોટાદના હતા. જે અમદાવાદમાં અભ્યાસ કરવા માટે ગયા હતા. પરંતુ બગડેલા બાપની ઓલાદની બેદરકારીના કારણે આ ત્રણેય નિર્દોષ યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
મિત્રો તમને જણાવી દે કે આ ઘટનામાં કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને તેમાંથી કેટલાય લોકોની સારવાર હજુ પણ હોસ્પિટલમાં ચાલી રહે છે. મૃત્યુ પામેલા ત્રણેય યુવાનોના પાર્થિવદેહ ગઈકાલે જ્યારે બોટાદ લાવવામાં આવ્યા ત્યારે સમગ્ર બોટાદમાં માતમ છવાઈ ગયો હતો. મૃતક ત્રણ યુવાનોમાંથી એક યુવાનના અંતિમ સંસ્કાર તેના મૂળ વતન ચુડા પાસે આવેલા ચાસ્કા ગામમાં કરવામાં આવ્યા હતા.
જ્યારે અન્ય બે યુવાનોના અંતિમસંસ્કાર બોટાદ કરવામાં આવ્યા હતા. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સૌ કોઈ લોકોની આંખોમાં આંસુ હતા. પરિવારને પોતાના દીકરાઓને અમદાવાદ ભણવા માટે મોકલ્યા હતા. પરંતુ તેમને ત્યાં ખબર હશે કે નકામી બાપની ઓલાદના કારણે તેમના દીકરાઓ સાથે આવી દુઃખદ ઘટના બનશે.
આ ઘટનામાં મૃત્યુ પામેલો 23 વર્ષીય કૃણાલ કોડિયા મોરારી નગરમાં રહેતો હતો અને તે બીબીએના અભ્યાસ માટે અમદાવાદ આવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે કૃણાલ છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદમાં રહેતો હતો. તે બે ભાઈઓ અને બહેનમાં બીજા નંબરનો છે. જ્યારે અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલો 21 વર્ષીય રોનક વિહલપરા નામનો યુવક છેલ્લા બે વર્ષથી અમદાવાદમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો.
આ ઉપરાંત અક્ષર પટેલ નામના યુવકે પણ આ અકસ્માતની ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે, અક્ષર પોતાના માતા-પિતાનો એકનો એક દીકરો હતો. આ ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે ઘણા પરિવારે પોતાના જુવાનજોધ દીકરા ગુમાવ્યા છે. મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારજનોની એક જ માંગ છે અમારે કોઈપણ પ્રકારનું વળતર જોતું નથી અમારે ન્યાય જોઈએ છીએ. મિત્રો હવે તમે પણ કોમેન્ટ બોક્ષમાં કોમેન્ટ કરીને જણાવો કે આવા આરોપીઓને શું સજા થવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment