પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક મહિનાથી કેસર કેરીની આવક થઈ રહી છે અને ગીરની કેસર કેરી કરતા બરડા પંથકની કેસર કેરીનો સ્વાદ તો મિત્રો કંઈક અલગ જ હોય છે અને પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં બરડા પંથકની કેસર કેરીની હવે તો આવક જોવા મળી છે.
કેસર કેરી વેચતા વેપારી નીતિનભાઈએ જણાવ્યું કે બરડા પંથકની કેસર કેરીના હાલમાં 1000 થી 1500 જેટલા બોક્સની આવક થઈ છે અને બોક્સના ભાવ વિશે જણાવવામાં આવે તો 800 થી 1,600 બોલાઈ રહ્યા છે. પાકી કેરીનો એક કિલોનો ભાવ 160 થી 180 રૂપિયા બોલાઈ રહ્યો છે.
રત્નાગીરી કેરીની 16 કિલો ની 100 પેટી ની આવક થઈ હતી અને એક કિલોનો 70 રૂપિયાથી લઈને 100 રૂપિયા ભાવ બોલાવ્યો હતો અને પાકી કેરીનો 120 રૂપિયા ભાવ બોલાયો હતો. છેલ્લા બે-ત્રણ દિવસથી હાફૂસ કેરીના 20 કિલોના 100 કેરેટની આવક થઈ હતી
અને તેના ભાવ 50 થી 70 રૂપિયા જેવા જોવા મળ્યા હતા. કોકાપુરી કેરી મિસ કેરેટ ની આવક થઈ હતી અને તેનો ભાવ કિલો નો 20 રૂપિયા રહ્યો હતો.ગીરની કેસર કેરીની 100 બોક્સ ની આવક થઈ હતી અને એક બોક્સમાં 800 રૂપિયા થી હજાર રૂપિયા ભાવ રહ્યો હતો અને પોરબંદરના બરડા પંથકમાં પણ કેસર કેરીનું ઉત્પાદન થાય છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment