અમદાવાદમાં બનેલી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી થોડાક દિવસો પહેલા પાંચ વર્ષ રીયાન નામનો બાળક ગાયબ થઈ ગયો હતો. રિયાનને શોધવા માટે પોલીસે અને પરિવારજનોએ રાત દિવસ એક કરી નાખ્યા હતા.
ત્યારે આજરોજ રિયાનનું મૃતદેહ કેનાલમાંથી મળી આવતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ સમગ્ર ઘટનાની તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે, રિયાનાની બહેન અને બનેવી વચ્ચે માથાકુટ થઇ હતી. જેથી ગુસ્સે ભરાયેલા બહેનના પતિ એ પાંચ વર્ષના રહ્યાં ને ઉપાડી લીધો હતો.
ત્યારબાદ તેનું જીવ લઈને તેના મૃતદેહને કેનાલમાં ફેંકી દીધું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર થોડાક દિવસો પહેલા રિયાન ગાયબ થઈ ગયો હતો. ચાર બહેનોનો એકનો એક લાડકવાયો ભાઈ ગાયબ હતા પરિવાર ભારે ચિંતામાં મુકાયું હતું.
એટલું જ નહીં પરંતુ બાળકને શોધવા માટે ઇનામની જાહેરાત પણ કરવામાં આવી હતી. ત્યારે ચાંગોદર પાસે કેનાલમાં એક બાળકનો મૃતદેહ હોવાની પોલીસને જાણ થાય હતી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કેનાલમાંથી 5 વર્ષના રિયાનનું મૃતદેહ બહાર કાઢ્યો હતો.
આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર રિયાન ની બહેન અને તેના પતિ વચ્ચે માથાકૂટ થઇ હતી. આ માથાકૂટમાં ગુસ્સે ભરાયેલા પતિએ રિયાનને ઉપાડી લીધો હતો.
જ્યારે પરિવારજનોએ રિયાનના પોસ્ટર લગાવ્યા અને ઇનામની જાહેરાત કરી ત્યાર આરોપી ડરી ગયો અને તેને એમ લાગ્યું કે હવે હું પકડાઇ જાશ. જેથી આરોપીએ રિયાન નો જીવ લઇ લીધો અને ત્યાર બાદ તેના મૃતદેહને કેનાલમાં ફેંકી દીધું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી લે આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment