વધી રહેલા કેસોની ચિંતિત પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારે લોકડાઉન જેવા કડક પ્રતિબંધ લાગુ પાડી દીધા છે. બંગાળ સરકારે જાહેરનામું બહાર પાડીને શોપિંગ કોમ્પલેક્સ, મોલ, બ્યુટી પાર્લર, સિનેમા હોલ, રેસ્ટોરન્ટ, બાર અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બંધ કરાવવાનો નિર્ણય લીધો છે.
સરકારે બજારો અને હોટલ ને સવાર ના 7 થી 10 તથા બપોરે 3 થી 5 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. બંગાળ સરકારે તમામ મેડિકલ સ્ટોર, ચિકિત્સા ઉપકરણોની દુકાનો તથા કરિયાણાની દુકાનો ને છૂટ આપી છે.
રાજ્ય સરકારે આગામી આદેશ સુધી તમામ સામાજિક, સંસ્કૃતિ, શૈક્ષણિક અને મનોરંજન સંબંધી કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકવાની પણ જાહેરાત કરી છે.
બંગાળમાં જેવી જ ચૂંટણી પૂર્ણ થઈ તેવા જ આવા કડક પ્રતિબંધો અમલમાં મૂકવામાં આવ્યા છે. સતત કેસો વધવાથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 31,64,825 થઈ ગઈ છે.
જે સંક્રમણ ના ફૂલ મામલાના 16.79 ટકા છે,જયારે રોગચાળાથી સાજા થનારા નો દર ઘટીને 82.10 ટકા થઈ ગયો છે.
આંકડામાં જણાવ્યા અનુસાર બીમારીમાંથી સાજા થનારાની સંખ્યા 1,53,73,765 થઈ ગઈ છે અને મોત નો દર ઘટીને 1.11 ટકા થઈ ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment