ફૂડઓઈલના વધતા ભાવ વચ્ચે શું તેલ કંપનીઓએ આપી મોટી રાહત ? જાણો મે મહિનાના પહેલા દિવસના પેટ્રોલ-ડીઝલના ભાવ.

Published on: 9:31 am, Sat, 1 May 21

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 67 ડોલર પ્રતિ બેરલ ને પાર જઈ ચૂક્યો છે. તેમ છતાં પણ તેલ કંપનીઓએ બે મહિનાથી ભાવ વધારો કર્યો નથી અને માર્ચ અને એપ્રિલ માં ફૂલ 4 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ રિવાઈઝ કરવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધવાની સાથે ઘરેલું બજારમાં પણ ભાવ વધશે. અને આ વચ્ચે ઘરેલું તેલ કંપનીઓએ 1 મે 2021 માટે પેટ્રોલ-ડીઝલના ભાવ જારી કરી દીધા છે.

આજે મે મહિનાની પહેલી તારીખે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ પ્રકારનો વધારો કે ઘટાડો થયો નથી. આજે સતત 16મા દિવસે કિંમત સ્થિર છે.

એમાં પહેલા વખત 15 રિલે જ પેટ્રોલના ભાવમાં 16 પૈસા પ્રતિ લીટર અને ડિઝલના ભાવમાં 14 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને આ પહેલા માર્ચ માં માત્ર ત્રણ દિવસ ઘટાડો કરવામાં આવ્યો હતો.

રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ આજે 90.40 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 80.73 રૂપિયા પ્રતિ લીટર છે. આર્થિક રાજધાની મુંબઈમાં આજે પેટ્રોલના ભાવ 96.83 રૂપિયા અને ડીઝલના ભાવ 87.81 રૂપિયા છે.

ઇન્ડિયન ઓઇલ ની વેબસાઈટ મુજબ મુંબઈમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવ 100.26 રૂપિયા પ્રતિ લીટર છે અને કોલકાતામાં પેટ્રોલનો ભાવ 90.62 અને ડીઝલનો ભાવ 83.61 રૂપિયા પ્રતિ લીટર છે ત્યારે ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 92.43 અને ડીઝલનો ભાવ 85.75 રૂપિયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ફૂડઓઈલના વધતા ભાવ વચ્ચે શું તેલ કંપનીઓએ આપી મોટી રાહત ? જાણો મે મહિનાના પહેલા દિવસના પેટ્રોલ-ડીઝલના ભાવ."

Leave a comment

Your email address will not be published.


*