સુરતમાં બનેલી એક જ ચકચારી ઘટનામાં ગ્રીષ્મા નામની યુવતીને ફેનિલ નામના આરોપીએ જાહેરમાં જ ગ્રીષ્માનો જીવ લઈ લીધો હતો. ચુકાદાઓ કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં આરોપી ફેનીલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. જે સાંભળીને ગ્રીષ્માના પરિવારમાં સંતોષ થયો છે. પરંતુ બીજી બાજુ વાત કરવા જઈએ તો ફેનિલ ગોયાણીના વકીલને હજુ સંતોષ થયો નથી.
તેઓ હજુ પણ ફેનિલના ચુકાદાને લઇને કોર્ટમાં અપીલ કરી રહ્યા છે અને કહે છે કે ફેનીલ ઉપર લોકોએ પથ્થરના પ્રહાર પણ કર્યો હતો જેનો હજી કોઈ જગ્યાએ ઉલ્લેખ થયો નથી. ત્યારે ઝમીર શેખે મીડિયા સાથે રાખીને જણાવ્યું હતું કે ફેનિલ ગોયાણી પર સોસાયટી વાળાઓએ પથ્થરના પ્રહાર કર્યા જેનાથી બચવા ફેનીલે આ પગલું ભર્યું હતું.
જ્યારે મૃતદેહનું પંચનામું થયું નથી એવું પણ જણાવ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમયમાં આરોપી ફેનીલ ગોયાણીને ફાંસીના માંચડે ચઢાવવામાં આવશે, ત્યારે કોર્ટના ચુકાદાને પડકારતાં ઝમીર શેખે કહ્યું કે હજુ પણ આ ચુકાદો સેશન્સ કોર્ટમાં ચાલશે.
હજુ અમારી પાસે 30 દિવસનો સમય છે અને આગળને આગળ અપીલો કરતા રહેશું, ત્યારે વધુમાં જણાવ્યું કે અમારાથી બનતા તમામ પ્રયાસો અમે ચાલુ જ રાખીશું અને એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ગ્રીષ્માના પરિવાર દ્વારા વારંવાર હેરાન કરાતો હતો અને ટોર્ચર કરતા હતા. તેમની પાસે એક રેકોર્ડ પણ છે જે હજુ સુધી આગળ આવશે.
ઝમીર શેખે જણાવ્યું કે બંનેના પ્રેમ સંબંધને હું રેકોર્ડ ઉપર લાવવા માંગતો નથી. પરંતુ તેમના પરિવારજનો દ્વારા જ ફેનીલ પર પથ્થરના પ્રહાર કરવામાં આવ્યા વાત સાથે રિપોર્ટ પર લાવવાનો પ્રયત્ન કરતા રહેશો અને હાઈકોર્ટ સામે હજુ પણ ચાલશે.
આખો રેકોર્ડ હાઇકોર્ટ સુધી મોકલવામાં આવશે અને જ્યાં સુધી હાઇકોર્ટ બહાલી નહીં આપે ત્યાં સુધી આરોપીને ફાંસી આપવામાં નહીં આવે. ઝમીર શેખે હજુ પણ બનતા પ્રયત્નો કરે છે, ત્યારે જોવું રહ્યું કે આ કેસ મામલે શું નવું થશે એ તો આવનારો સમય જ બતાવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment