અરે બાપ રે બાપ..! બાથરૂમમાં ઘૂસતા જ એવા દ્રશ્યો જોવા મળ્યા કે… હિમ્મતવાળા લોકો જ વિડિયો જોજો…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે ચોકી જઈએ છીએ. વરસાદની ઋતુમાં અવારનવાર વિવિધ પ્રકારના જીવજંતુઓ ઘરમાં પ્રવેશવા લાગે છે. તમે જોયું જ હશે કે ખાસ કરીને જ્યારે લાઈટ ચાલુ હોય ત્યારે જંતુઓ અને જીવાત તે પ્રકાશની આસપાસ ચક્કર મારવા લાગે છે.

હવે તેમના કારણે ઘણી વાર ગરોળી પણ ઘરોમાં પ્રવેશ કરે છે અને તે જંતુઓનો શિકાર કરીને ખાવાનું શરૂ કરે છે. જોકે સામાન્ય રીતે એક ઘરમાં માત્ર બે કે ત્રણ ગરોળી જોવા મળે છે પરંતુ જરા વિચારો કે જો તમારા ઘરમાં ગરોળીની આખી ફોજ આવે તો તમારી હાલત શું થશે ? આવો જ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બાથરૂમમાં એટલી બધી ગરોળીઓ એકઠી થઈ છે કે જાણે તો તેમની સેના હોય અને ક્યાંક યુદ્ધ લડવા જઈ રહી હોય. વીડિયોમાં જોઈ શકો છો કે ટોયલેટ ની ઉપરની દિવાલ પર કેટલીક ગરોળીઓ ચોટી છે. વિડીયો રેકોર્ડ કરનાર વ્યક્તિ કેમેરાને બાથરૂમની આસપાસ ખસેડે છે ત્યારે દરેક જગ્યાએ માત્ર ગરોળીઓ જ દેખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Memes Ki Library (@memebook.01)

વિડીયો રેકોર્ડ કરનાર વ્યક્તિને પણ દાદ દેવી પડે કે તેણે આટલી હિંમત બતાવી અને બાથરૂમમાં ઘૂસીને વિડિયો રેકોર્ડ કર્યો. નહીંતર સામાન્ય રીતે લોકો એક સાથે બે થી ચાર ગરોળી જોઈને ભાગી જાય છે. વિડીયો ક્યાંનો છે તે ખબર નથી પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સટ્રાગ્રામ પર meme book.01 નામની આઈડી થી શેર કરવામાં આવ્યો છે.

તેમાં લખ્યું છે કે ‘એ ટોયલેટ હૈ યા એમેઝોન કા જંગલ’અત્યાર સુધીમાં આ વીડિયોને 30 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો જોયા પછી યુઝર્સે અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું કે બધું બરાબર છે પરંતુ કેમેરામેન જે પણ હોય તે હિંમતવાન છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે મેં મારી આખી જિંદગીમાં આટલી બધી ગરોળી ક્યારેય એક સાથે જોઈ નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*