રામ રાખે તને કોણ ચાખે..! બાળકો લિફ્ટ માંથી બહાર નીકળ્યા અને પછી તો કંઈક એવું બન્યું કે… વિડીયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 6:21 pm, Wed, 2 August 23

સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણી ચોકી જઈએ છીએ. ઘણા વિડિયો તો એવા હોય છે જેમાં લોકો એક બે સેકન્ડ માટે બચી જાય છે. ઘણા અકસ્માત ના વિડીયો પણ એવા હોય છે જેમાં એક બે સેકન્ડ માટે અકસ્માત થતો અટકી જાય છે.

આવી જ એક ઘટના પુણે માંથી સામે આવી છે, પુણેમાં એક લિફ્ટ માંથી બહાર નીકળેલા બાળકો એક ભયાનક અકસ્માત નો ભોગ બનતા બચી ગયા હતા. કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે, તેવું જ કંઈક થયું છે. બાળકો લિફ્ટ માંથી બહાર નીકળ્યા ત્યાં બીજી જ ક્ષણે લિફ્ટ ભરાઈ ગઈ અને દસમા માળેથી નીચે પડી ગઈ હતી.

ઘણી વખત એવું બને છે કે જ્યારે લિફ્ટ અચાનક બંધ થઈ જાય અથવા કોઈ વ્યક્તિ લિફ્ટ માં ફસાઈ જાય તો તે સમયે આપણું હૃદય ઝડપથી ધડકવા લાગે છે. હાલમાં જ લિફ્ટને લગતો એક હૃદય સ્પર્શી વિડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેને જોઈને લોકોના શ્વાસ અધ્ધર થઈ રહ્યા છે.

આ ચોકાવનારા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક લિફ્ટ દસમા માળેથી અચાનક પડી જાય છે. નસીબ ની વાત એ હતી કે તે સમયે લિફ્ટ માં કોઈ ન હતું, નહીંતર આ દ્રશ્ય કેટલું ડરામણું હોઈ શકે. જેની કલ્પના કોઈ પણ વ્યક્તિ કરી શકતા નથી, આ વિડીયો મહારાષ્ટ્રના પુણે નો છે.

લિફ્ટ નીચે પડી તેના થોડા સમય પહેલા જ લિફ્ટ માંથી બાળકો બહાર નીકળ્યા હતા. બાળકોના નસીબ એટલા સારા હતા કે તેઓ બચી ગયા. અહીં એવા પણ સવાલ થઈ રહ્યા છે કે આ તો ભગવાનની દયા છે, પણ જો આ બાળકો કે કોઈ બીજી વ્યક્તિ આ લિફ્ટ માં હોત તો તેની જવાબદારી કોની ?

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રામ રાખે તને કોણ ચાખે..! બાળકો લિફ્ટ માંથી બહાર નીકળ્યા અને પછી તો કંઈક એવું બન્યું કે… વિડીયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*