ઘણીવાર વિદ્યાર્થીઓને એવા શિક્ષકો મળે છે કે જ્યારે તેઓ વિદાય લે છે ત્યારે વિદ્યાર્થીઓ લાગણીશીલ બની જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષકો વિદ્યાર્થીઓના માતા-પિતા કરતા પણ વધુ માને છે ઘણા ઓછા એવા શિક્ષકો હોય છે કે જેઓ આખી શાળાના બાળકોને પસંદ આવતા હોય છે, ત્યારે ઘણી વાર એવા શિક્ષકોને એ શાળા છોડીને બીજી શાળામાં જવું પડે છે.
ત્યારે બાળકો તેમના પ્રિય શિક્ષક માટે લાગણીશીલ બની જતા હોય છે. હાલ તો ઉત્તર પ્રદેશના ચૌંદોલી જિલ્લામાં આવેલી એક સરકારી શાળામાં એક અનેરો નજારો જોવા મળ્યો.જેમાં જ્યારે એક જ શિક્ષક શાળામાંથી બદલી થઈ જતા વિદ્યાર્થીઓ અને શિક્ષક પણ ભાવ થઈ ઉઠ્યા હતા.
બધા જ વિદ્યાર્થીઓના હૃદયની ખૂબ જ નજીક રહેલા એવા શિક્ષકને બદલી થઈ જતા બાળકો તેમના પ્રિય શિક્ષક પાસે આવીને રડી રહ્યા હતા ત્યારે તમે પણ એ વિડીયો જોશો તો તમે પણ ભાવથી ઉઠશો. ચંદુલી જિલ્લાની કમ્પોઝિટ સ્કૂલમાં જ્યારે એક શિક્ષક શાળા છોડીને જઈ રહ્યા હતા.
ત્યારે તેમના બધા જ પ્રિય બાળકો તેમની પાસે આવીને રડવા લાગ્યા. જાણે એ નજારો ખૂબ જ લાગણીશીલ દેખાઈ રહ્યો હતો. વાત જાણે એમ છે કે આખી શાળાના પ્રિય એવા શિક્ષકની બદલી થતાં વિદ્યાર્થીઓ એ શિક્ષકને ઘેરી વળ્યા અને રડવા લાગ્યા હતા.
આજ સ્કૂલમાં ચાર વર્ષ સુધી ભણાવ્યા બાદ એ શિક્ષક જેમનું નામ સુરેન્દ્રસિંહ બધેલ કે જેમનો કાર્યકાળ સમય માત્ર સાત સપ્ટેમ્બર 2018 થી 12 જુલાઈ 2022 સુધીનો જ હતો.પરંતુ બધા બાળકોના પ્રિય બની ગયેલા એ શિક્ષક ની વિદાય ટાણે બધા જ લોકો ખૂબ જ ભાવ થઈ ઉઠ્યા હતા.
આ શિક્ષક કે જતા જતા પોતાના બાળકોને સમજાવવાનું શરૂ કર્યું હતું કે તમે ખૂબ જ સારો એવો અભ્યાસ કરીને સારા એવા લક્ષ્ય સુધી પહોંચશો. શાળાના ઘણા એવા શિક્ષકોનું કહેવું છે કે ઘણા એવા વિદ્યાર્થીઓ કે જેઓ પોતાના માતા પિતાનું માનતા ન હતા. તેવા બાળકો પણ આ શિક્ષકની વાત ક્યારેય નકારતા ન હતા.
#Chandauli : शिक्षक के तबादले के बाद विदाई समारोह में रोए स्कूली छात्र pic.twitter.com/wZXrperBXO
— Nidhi Tiwari (@NidhiTiwari2210) July 15, 2022
તેથી જ બાળકો તરફથી એ શિક્ષકને પણ ઘણો એવો પ્રેમ મળ્યો તેના પરિણામે શિક્ષકની વિદાય સમય બધા જ વિદ્યાર્થીઓ તેમના પ્રિય શિક્ષકને વળગીને ભીની આંખે રડી પડ્યા. શિક્ષકે શાળા બદલી કરી તે માટે વિદાય સમારંભમાં તેમના બાળકોને સમજાવતા ગયા હતા. ત્યારે જો બાળકોને આવા શિક્ષકો મળી જાય તો બાળકોને એ શિક્ષક પ્રત્યે લાગણી બંધાઈ જતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment