ગુજરાત રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી નો જંગ જાણે દર વર્ષે ચાલતો રહેતો હોય તેમ બની ગયો છે. છેલ્લા બે વર્ષથી ગુજરાતની બે રાજ્ય સભા ની બેઠકો પર ચૂંટણી યોજવી પડી રહી છે. ગુજરાતમાં ફરી એક વખત રાજ્યસભાની બેઠકો પર ચૂંટણી નો જંગ જામવાનો છે. કોંગ્રેસનાં અહેમદ પટેલ અને ભાજપના અભય ભરદ્વાજ ના નિધન બાદ આ બંને બેઠકો ખાલી પડી ગઈ હતી.
આવામા હવે ફરીથી 2 બેઠકો પર ઉમેદવારી તરીકે કોના નામ પર મહોર લગાવવામાં આવશે તે ચર્ચાએ જોર પકડયું છે.સૂત્રોનું માનવામાં આવે તો ભાજપ આનંદીબેન પટેલના પરિવારમાંથી કોઇ એકને ટિકિટ આપી શકે છે.ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો પરિવાર.
રાજ્યસભાની ચૂંટણીમાં ઝંપલાવી શકે તેમ રાજકીય ગલીઓમાં ચર્ચા થવા લાગી છે. આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ ને રાજ્યસભામાં મોકલવા માં આવી શકે તેમ છે.
કહેવામાં આવી રહ્યું છે કે અનાર પટેલના નામ પર ભાજપ હાઇ કમાન્ડે પણ અંદરખાને લીલીઝંડી આપી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment