આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય ઉદ્યાન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન કાલે બે દિવસની ગુજરાતી મુલાકાતે આવી પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન દાહોદમાં વિશાળ જાહેર સભાને સંબોધિત કરી. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન વડોદરામાં તિરંગા યાત્રામાં ભાગ લીધો. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન વડોદરામાં રાત્રે રોકાણ કર્યું હતું. બીજા દિવસે એટલે કે 9 ઓક્ટોબરના રોજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન વડોદરા એરપોર્ટ થી નીકળીને સુરત એરપોર્ટ થઈને વલસાડ પહોંચ્યા હતા. વલસાડ પહોંચીને અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ વનરાજ કોલેજમાં વિશાળ સભામાં ભાગ લીધો હતો.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરી વાલે વલસાડની જાહેર સભામાં લાખોની સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે, જેમ અત્યારે ગુજરાતની સરકારી શાળાઓ ખરાબ છે તેમ પહેલા દિલ્હીમાં પણ સરકારી શાળાઓનો ખરાબ હતી. અમારી સરકાર બન્યા પછી દિલ્હીની તમામ સરકારી શાળાઓને શાનદાર બનાવી દીધી. આજે દિલ્હીની સરકારી શાળાઓના પરિણામો ખૂબ જ સારા આવી રહ્યા છે.
દિલ્હીમાં મજુરના બાળકો, રીક્ષા ચાલક ના બાળકો, મોચીના બાળકો, ઈસ્ત્રી કરનારના બાળકો, ગરીબોના બાળકો ડોક્ટર અને એન્જિનિયર બની રહ્યા છે. અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું કે, ગગન નામનો એક છોકરો છે, તેના પિતા એક કારખાનામાં મજૂરી કામ કરે છે. તે મહિનાના 8000 રૂપિયા કમાય છે. તેને એન્જિનિયરિંગમાં હમણાં જ એડમિશન મળ્યું છે હવે તે છોકરો એન્જિનિયર બનશે. બીજો છોકરો સિદ્ધાંશુ છે, તેના પિતા ડ્રાઇવર છે અને તે મહિનાના 10 હજાર રૂપિયા કમાય છે, તેને પણ એન્જિનિયરિંગમાં એડમિશન મળી ગયું છે. આવા હજારો બાળકો છે જેઓ સરકારી શાળાઓમાંથી ભણીને ડોક્ટર અને એન્જિનિયરિંગમાં એડમિશન લઈ રહ્યા છે.
વધુમાં વાત કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીની અંદર ઘણા લોકો પોતાના બાળકોના નામ પ્રાઇવેટ શાળાઓમાંથી કાઢીને સરકારી શાળાઓમાં પ્રવેશ આપી રહ્યા છે. ગરીબોના બાળકો દિલ્હીની સરકારી શાળાઓમાં ભણીને ડોક્ટર કે એન્જિનિયર બની રહ્યા છે. જેમની મહિનાની આવક 10,000 હતી આજે તેમના બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરીને મહિનાના બે ત્રણ લાખ રૂપિયા કમાશે. ઘણા બધા પરિવારની ગરીબી દૂર થશે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ગુજરાતમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું. તમારા બાળકોને સારું શિક્ષણ આપીશું અને તમારી ગરીબી દૂર કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment