મિત્રો ગુજરાતની વિધાનસભાની ચૂંટણી હવે ખૂબ જ નજીક આવી ગઈ છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ ગુજરાતની તમામ બેઠકો પર લડશે. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ ગુજરાતમાં પોતાની સત્તા બનાવવા માટે જોરશોરથી પ્રચાર કરવા લાગી ગયા છે.
એવામાં ગઈકાલે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે એક કાર્યક્રમ દરમિયાન અરવિંદ કેજરીવાલને એક રીક્ષા ચાલકે તેમના ઘરે જમવા માટે બોલાવ્યા હતા. ત્યારે અરવિંદ કેજરી વાલે કહ્યું હતું કે હું તમારા ઘરે રાત્રિનું ભોજન કરવા આવીશ.
ત્યારે અરવિંદ કેજરીવાલ રીક્ષા ચાલકના ઘરે જવા માટે હોટેલેથી રિક્ષામાં જવાનું પસંદ કર્યું હતું. આ દરમિયાન અરવિંદ કેજરીવાલની સુરક્ષાને લઈને તેમની હોટલની બહાર ઉભેલા પોલીસ અધિકારીઓ સાથે પ્રોટોકોલ પર ઉઘરા બોલાચાલી થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
જ્યારે અરવિંદ કેજરીવાલ રિક્ષામાં સવાર થઈને રીક્ષા ચાલકના ઘરે રાત્રીનું ભોજન કરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન હોટલની બહાર પોલીસ કર્મી સાથે અરવિંદ કેજરીવાલની બોલાચાલી થઈ ગઈ હતી. પોલીસ કર્મચારીઓએ અરવિંદ કેજરીવાલની સુરક્ષાના કારણે તેમને રિક્ષામાં જવાની ના પાડી દીધી હતી.
આ દરમિયાન અરવિંદ કેજરીવાલે પોલીસ કર્મચારી સાથે વાત કરતા કહ્યું કે, આજે ગુજરાતની જનતા દુઃખી છે કારણ કે તેમના નેતાઓ જનતા વચ્ચે નથી જતા. જ્યારે જનતા વચ્ચે અમે જઈ રહ્યા છીએ ત્યારે અમને રોકવામાં આવી રહ્યા છે. શું આ પ્રોટોકોલ છે તમારા ગુજરાતનો?
ગુજરાતની જનતા એટલે જ દુઃખી છે કેમ કે ભાજપના નેતાઓ જનતાની વચ્ચે નથી જતા અને અમે જનતાની વચ્ચે જઈએ છે તો તમે રોકો છો – CM @ArvindKejriwal
પ્રોટોકોલ તો એક બહાનું છે… હકીકતમાં કેજરીવાલને સામાન્ય જનતાની વચ્ચે જતા રોકવાનું છે pic.twitter.com/CqFXbWGlf0
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) September 12, 2022
અરવિંદ કેજરી વાલે પોલીસને કહ્યું કે અમને તમારી સુરક્ષા નથી જોઈતી, તમે મારા ઉપર દબાણ કરી રહ્યા છો અને મને કેદ કરી રાખ્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment