ફુલ સ્પીડમાં ઝાડ પર ચડી રહેલા અજગરનો વિડીયો થયો વાયરલ, 28 લાખથી પણ વધારે લોકોએ વિડિયો જોયો, જુઓ વિડિયો…

Published on: 12:31 pm, Tue, 13 September 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ પ્રાણીઓના ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણી વખત પ્રાણીઓની અમુક હરકત જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણી વખત આપણે ચોકી જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક અજગરનો એવો વિડિયો વાયરલ થયો છે.

જે તમે ક્યારેય પણ પહેલા નહીં જોયો હોય. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વિશાળ કાઈ અજગર ઝાડ પર ચડતો જોવા મળી રહ્યો છે. અજગરની ઝાડ પર ચડવાની સ્પીડ જોઈને ભલભલા લોકો ચોકી ગયા છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો ટ્વીટર પર @Rainmaker1973 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 2 મિલિયનથી પણ વધારે લોકોએ આ વિડીયો જોયો છે. ઉપરાંત 12,000 થી પણ વધારે લોકોએ આ વીડિયોને લાઈક કરી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વિશાળ કાઈ અજગર ખૂબ જ ઝડપથી જાળની ટોચ પર ચડી જાય છે.

અજગર ઝાડને વળગીને ખૂબ જ ઝડપથી ઝાડની ટોચ તરફ જતો જોવા મળી રહ્યો છે. વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે આ અજગરની લંબાઈ 10 થી 15 ફૂટની હશે. આટલું મોટું શરીર હોવા છતાં પણ અજગર ખૂબ જ આરામથી ઝાડ પર ચડતો જોવા મળી રહ્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ લોકો વિડિયો સોશિયલ મીડિયામાં એકબીજાને શેર પણ કરી રહ્યા છે. ઘણા લોકો તો કોમેન્ટ કરી રહ્યા છે કે, આવો વિડિયો પહેલીવાર જોયો છે. આ વિડીયો કયા જંગલનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ફુલ સ્પીડમાં ઝાડ પર ચડી રહેલા અજગરનો વિડીયો થયો વાયરલ, 28 લાખથી પણ વધારે લોકોએ વિડિયો જોયો, જુઓ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*