ગુજરાત રાજ્યમાં હવે ચૂંટણીનો થોડોક સમય બાકી છે ત્યારે પક્ષ વિપક્ષ એકબીજા પર આરોપ લગાવવાના શરૂ કરી દીધા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવીને ટ્વીટ કરીને માહિતી આપી હતી કે અમદાવાદ પહોંચતા જામનગર પાર્ટીની અમદાવાદ ઓફિસ પર ગુજરાત પોલીસે દરોડા પાડ્યા છે
અને બે કલાક તપાસ કરીને પોલીસ જતા રહ્યા કારણ કે તેમને કઈ મળ્યું નથી.જોકે આરોપ સામે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ મીડિયા અને જણાવ્યું કે સહીને એક પણ પોલીસની ટીમ આમ આદમી પાર્ટીની ઓફિસમાં દરોડા કે સર્ચ ઓપરેશન કર્યું નથી. અંગેની શહેર પોલીસને જાણ નથી અને આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી રવિવારે મોડી રાતે ટ્વિટ કર્યું હતું.જેમાં તેમને લખ્યું હતું કે અરવિંદ કેજરીવાલના અમદાવાદ પહોંચતા જ આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર
ગુજરાત પોલીસના નરોડા અને બે કલાક તપાસ કરીને ચાલ્યા ગયા કાંઈ મળ્યું નથી કહ્યું છે ફરી આવશે.જેને રીટ્વીટ કરીને અરવિંદ કેજરીવાલ એ પણ લખ્યું છે કે ગુજરાતની જનતા પાસેથી મળી રહેલા અપારસમર્થનથી ભાજપ દઘાઈ ગયું છે.આમ આદમી પક્ષમાં ગુજરાતમાં આંધી ચાલી રહી છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ દરોડા પાડવાનું શરૂ કર્યું છે. દિલ્હીમાં કાય મળ્યું નથી અને ગુજરાતમાં પણ કાંઈ મળ્યું નથી. ઈમાનદાર અને દેશભક્ત લોકો છીએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment