અરવિંદ કેજરીવાલે ગુજરાતના એક સફાઇ કર્મચારીને દિલ્હીમાં તેમના ઘરે રાત્રી ભોજન માટે આમંત્રણ આપ્યું.

ગઈકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ગુજરાત આવ્યા હતા અને અરવિંદ કેજરીવાલ અને ભગવત માન બપોરે 1:00 વાગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ અને આમ આદમી પાર્ટીના

નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિત સેકડો કાર્યકર્તાઓ અરવિંદ કેજરીવાલ અને ભગવત માન નું સ્વાગત કર્યું હતું.ગઈકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં સફાઈ કામદારોના જનસંવાદમાં જય ભીમના નારા સાથે

સંબોધતા જણાવ્યું કે છેલ્લા 27 વર્ષથી સરકારનો કોઈ મુખ્યમંત્રી તમને મળવા નથી આવ્યો. આમ આદમી પાર્ટીના બે મુખ્યમંત્રી તમને મળવા આવ્યા છે. વાતાવરણ બદલાઈ રહ્યું છે અને જુનો જમાનો જતો રહેવાનો છે ને નવો જમાનો આવવાનો છે.હું ખૂબ જ ખુશ છું કે હમણાં જ હશે મને તેના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું અને તેને મારું આમંત્રણ સ્વીકાર્યું અને મેં તેને આમંત્રન આપ્યું છે ને કાલે હું અને હર્ષનો આખો પરિવાર દિલ્હીમાં મારા ઘરે બેસીને ભોજન લઈશું અને મારા ઘરે એમના ચરણ પડશે. મારુ ઘર પવિત્ર થશે અને મને ઘણું ગમશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*