છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે જમ્મુ કાશ્મીર માં બનેલી અકસ્માતની ઘટનામાં છોટા ઉદયપુર જિલ્લાના અલ્હાદપુરા ગામના એક આર્મી જવાનેએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આર્મી જવાનનું મૃત્યુ થતાં અલ્હાદપુરા ગામ સહિત છોટાઉદેપુર જિલ્લામાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
તેઓ ગયા અઠવાડિયે દોઢ મહિનાની રજા બાદ પોતાની ફરજમાં જોડવા પરત ગયા હતા. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા બારીયા તુલસીભાઈ રયજીભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો છે. માહિતી અનુસાર તેઓ 2001માં આર્મીમાં જોડાયા હતા.
રયજીભાઈનો ભાઈનો એકનો એક પુત્ર આર્મીમાં જોડાવું હતું. આ પહેલા ગામમાંથી કોઈપણ આર્મીમાં જોડાયું હતું. આખા ગામની તુલસીભાઈ પર ગર્વ હતો. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ સવારે તુલસીભાઈના શહીદ થવાના સમાચાર તેના પરિવારજનોને ગામના લોકોને મળ્યા હતા.
સમાચાર મળતા જ ગામના લોકોમાં અને પરિવારજનોમાં શોકનું માહોલ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર તુલસીભાઈના નિવૃત્તિના કાગળિયા પણ તૈયાર થવા આવ્યા હતા. મળતી માહિતી અનુસાર તુલસીભાઈ ના અકસ્માતની જાણ થતાં જ તેમના પત્ની અને ભાઈ શ્રી નગર જવા માટે રવાના થયા હતા.
પરંતુ રવિવારના રોજ સવારે સમાચાર મળ્યા કે સારવાર દરમિયાન તુલસીભાઈ શહીદ થયા છે. તુલસીભાઈને બે બાળકો છે. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને આખું ગામ હિબકે ચડયું હતું. ગામના તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment