શું 1, 2, 5 અને 10 રૂપિયાના સિક્કા નથી રહા ચલણમાં ? જાણો શું કહ્યુ આરબીઆઇએ ?

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે પોતાની વાર્ષિક રિપોર્ટ જારી કર્યો હતો. આ રિપોર્ટમાં રિઝર્વ બેન્કે જણાવ્યું કે હજુ પ્રચલન આ નોટ અને સિક્કા છે. રિઝર્વ બેન્કે પણ જણાવ્યું કે હજુ કેટલા રૂપિયાની નોટ અને સિક્કા જારી કરવામાં આવે છે. રિઝર્વ બેંકની રિપોર્ટ થી નક્કી થઈ ગયું છે.

કે 2000 ની નોટ ઉપર પ્રતિબંધ નહિ લાગે અને આ અંગે અફવાઓ ઉડી રહી હતી કે 2 હજાર ની નોટો પર રોક લગાવી દીધી છે. રિપોર્ટ મુજબ રિઝર્વ બેંકે 2, 5, 10, 20, 50, 100, 200, 500 અને 200 રૂપિયાની નોટ જારી કરી છે.

રિઝર્વ બેન્કે પણ જણાવ્યું કે કયા કયા સિક્કા ચલણ મા છે અને સામાન્ય રીતે બજારમાં આપડે જોઈએ છે કે દુકાનદાર એક રૂપિયાનો સિક્કો લેવાથી ઇનકાર કરી રહ્યા છે. રિઝર્વ બેંક મુજબ હજુ પણ બજારમાં 50 પૈસા, 1 રૂપિયો, 2, 5, 10 અને 20 રૂપિયાના સિક્કા ચલણમાં છે.

ચલણી નોટો અને સિક્કા જારી કરવાનું કામ રિઝર્વ બેંક કરે છે. તેનું સંચાલન આરબીઆઇ દ્વારા કરવામાં આવે છે. આ કાર્યમાં ઈસુ ઓફિસ,ચલણ ચેસ્ટ અને નાના સિક્કાની થાપણો મોટી ભૂમિકા ભજવે છે જે દેશભરમાં ફેલાયેલી છે.

31 માર્ચ 2021 સુધીમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે દેશમાં ચલણ ચેસ્ટ નેટવર્ક નો 55% હિસ્સો હતો જે તમામ બેંકોમાં વધુ છે.વિકૃત નોટો અંગે રિઝર્વ બેંક કહ્યુ છે કે ગયા વર્ષે મહામારી ના કારણે આ કામ અવરોધિત થયું હતુ પરંતુ હવે તેની મરામત કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*