ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા જ તારીખ 12 ના રોજ ખોડલધામ કાગવાડ પાટીદાર અગ્રણીઓની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઉજા ઉમિયા સંસ્થા, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સરદાર ધામ, ખોડલધામ, સમસ્ત પાટીદાર સમાજ સુરત અને સિદસર ધામ વગેરે સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
નરેશ પટેલ એક નિવેદન કર્યું હતું કે આગામી સમયમાં પાટીદાર સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ નિવેદન ખૂબ જ ચર્ચામાં આવી ગયું હતું. તેના ઉપર ઉમિયા ફાઉન્ડેશન ચેરમેન આર.પી પટેલે જણાવ્યું કે એ એમનું અંગત મંતવ્ય છે.
તેમને કહ્યું કે નરેશ પટેલના આ નિવેદન ઉપર દરેક સંસ્થા સહમત હોય એવું જરૂરી નથી. અને એવું માનવું પણ ના જોઈએ. તને કહ્યું કે મુખ્યમંત્રી નક્કી કરવાનો પાવર કોઈ સમાજ પાસે નથી.
ઉપરાંત અમારી બેઠકમાં રાજકારણની કોઈપણ પ્રકારની ચર્ચા થઈ નથી માત્ર સમાજના વિકાસ માટેની વાતો થઈ હતી. ચૂંટણી આવે ત્યારે પાટીદાર સંસ્થા ની બેઠક મળે છે એનું શું કારણ?
ત્યારે તેમને કહ્યું કે અમારી બેઠક યોજાય ત્યારે બીજા રાજકીય પક્ષોની બેઠક હતી એ માત્ર ખાલી સહયોગ હતો. અને અમારી બેઠક તો અગાઉથી જ નક્કી થઈ ગઈ હતી.
કોરોના મહામારી ધ્યાનમાં રાખીને બેઠક મોડી કરવી પડી. તેમને કહ્યું કે પાટીદાર આંદોલન આ વખતે સંસ્થાઓ મળીને એક સંમેલન સમિતિ તૈયાર કરી હતી. જેમાં દર ત્રણ વર્ષે એક મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment