મિત્રો આજકાલના યુવાનો અને યુવતીઓનું જીવન દોડાદોડી વાળુ થઈ ગયું છે. જેના કારણે શરીરમાં ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે. ખાસ કરીને આજકાલના યુવાનો અને યુવતીઓ નાની ઉંમરથી જ વાળ ધોળા થઈ જવા અથવા તો ખરી જવા જેવી સમસ્યાથી પીડાઈ રહ્યા છે. મિત્રો તમે ઘણા લોકોને જોયા હશે જેવો પોતાના ધોળા વાળને કાળા કરવા માટે વાળ ઉપર અવારનવાર અખતરાઓ કરતા હોય છે.
મોટેભાગના યુવાનોને યુવતીઓ વાળ ધોળા થવાની સમસ્યાથી હાલમાં પીડાઈ રહ્યા છે. ઘણી વખત આપણે ધોળા વાળને કાળા કરવા માટે કેમિકલ પ્રોડક્ટ નો ઉપયોગ કરતા હોય છે જેના કારણે આપણા માથાને પણ નુકસાન થઈ શકે છે. ઘણા લોકો રંગ અને ડાઈનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આજે આપણે ધોળા વાળને કાળા કરવા અને વધતા જતા ધોળા વાળને અટકાવવા માટે ખૂબ જ સારો એવો ઉપચાર લાવ્યા છીએ.
તમારા ધોળા વાળને કાળા કરવા માટે આ જરૂરી સામગ્રીઓ ઉપયોગમાં લેવી પડશે : જેમકે મેંદીના પાવડરની ચાર ચમચી, લીંબુનો રસ એક ચમચી, આમળાનો પાવડર એક નાનો કપ, કાળી ચા બે ચમચી… આ બધી વસ્તુઓનું મિશ્રણ કરવું પડશે.
વાળ કાળા કરવા માટે મહેંદી બનાવવાની યોગ્ય ઉપયોગી રીત : સૌપ્રથમ મિશ્રણ બનાવવા માટે મહેંદી લ્યો. ત્યારબાદ તે મહેંદીને પાણીની અંદર પલાળી રાખો, આખી રાત મહેંદીને પાણીની અંદર પલાવીને મૂકી દો. બીજા દિવસે સવારે ચા ની ભૂકી ઉકાળીને તૈયાર કરી લો. ત્યારબાદ ઉકાળેલી ચાની ભૂકી ને ઠંડી થવા મૂકી દો. ઠંડી થઈ ગયા બાદ જે પાત્રમાં મહેંદી પલાળેલી છે.
જે પાત્રમાં ચા ની ઉકાળેલી ભૂકી સારી રીતે મિક્સ કરી દો. પછી તેમાં એક ચમચી લીંબુનો રસ નાખો. લીંબુનો રસ નાખ્યા બાદ એક ચમચી આમળાનો પાવડર ભેળવો પડશે. ત્યારબાદ આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દો. મિત્રો આ મહેંદીનું મિશ્રણ તમારા વાળ કુદરતી રીતે કાળા કરવામાં મદદ કરશે. આ મિશ્રણ માથામાં નાખતા પહેલા એક વખત ડોક્ટરની સલાહ પણ જરૂર લેજો.
ત્યારબાદ તૈયાર થયેલી મહેંદી તમારા વાળમાં બ્રશ વડે લગાવી દો. તમારા વાળના મૂળ સુધી મહેંદી પહોંચે તેવી રીતે મહેંદી લગાવી. એકાદ કલાક સુધી તે મહેંદીને સુકાવા દો. ત્યારબાદ સ્વચ્છ પાણીથી વાળને ધોઈ નાખો. એક મહિનાની અંદર માત્ર અને માત્ર એક વખત આ વસ્તુ લગાડવાની રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment