મિત્રો છેલ્લા ઘણા સમયથી વિદેશમાં રહેતા ભારતીયોની જીવ લેવાની ઘટનાઓ અને મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં અમેરિકામાં રહેતા એક યુવકનું મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે ગોળી વાગતા યુવકનું મોત થયું છે. વિગતવાર વાત કરીએ તો, પંકજ રાણા એક યુવક બંધુક ચેક કરી રહ્યો હતો.
આ દરમિયાન અચાનક જ તેનાથી ભૂલમાંથી બંદૂકનું ટ્રિગર દબાઈ ગયું હતું અને બંદૂકમાંથી છૂટેલી ગોળી તેને વાગી ગઈ હતી. આ કારણોસર તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આ ઘટનાના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે પરિવારજનોએ પોતાની બચત અને સગા સંબંધીઓ પાસેથી 40 લાખ રૂપિયા ઉછીના લઈને પોતાના દીકરાને અમેરિકા મોકલ્યો હતો.
મૃત્યુ પામેલો યુવક હરિયાણાના કરનારના રાહરા ગામનો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પંકજ 6 મહિના પહેલા જ અમેરિકા ગયો હતો. મૃત્યુ પામેલા પંકજના ભાઈ એ જણાવ્યું કે, થોડાક મહિના પહેલા પંકજ અમેરિકાથી પૈસા મોકલવાનું શરૂ કર્યું હતું. જેથી અમે જેની પાસેથી રૂપિયા ઉછીના લીધા હતા તેને તે રૂપિયા પાછા આપતા હતા.
પરંતુ એવામાં પંકજનું મોત થતા જ પરિવાર આર્થિક રીતે પડી ભાંગ્યો છે. એક બાજુ દેવું ઊભું રહી ગયું, પૈસા પણ ગયા અને પંકજ પણ હવે આ દુનિયામાં ન રહ્યો. હાલમાં પંકજનો પરિવાર ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. પંકજના ભાઈ એ જણાવ્યું કે, પંકજના મૃતદેહને અમેરિકાથી ભારત પરત લાવવું ખૂબ જ મુશ્કેલ છે.
જેથી અમે સરકાર પાસે મદદ માંગી છે. આ ઉપરાંત અમેરિકાથી મૃતદેહ ભારત લાવવા માટે ઘણો બધો ખર્ચો કરવો પડે તેમ છે, પરંતુ અત્યારે અમારું પરિવાર તે ખર્ચો ઉઠાવી શકે તેવી પરિસ્થિતિમાં નથી. જેથી પંકજના પરિવારજનોએ વિદેશમાં રહેતા ભારતીય લોકો પાસે મદદ માટેની અપીલ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment