ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે. જ્યારે પાટણ નજીક બનેલી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક બાઇક ચાલક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર મકરસંક્રાંતિના દિવસે કમલીવાડા ગામ નજીક એક અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.
આ ઘટનામાં બાઇક ચાલકનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર પાટણના કમલીવાડા ખાતે સંયુક્ત પરિવારમાં રહેતા ખેડૂત પરિવારનો પુત્ર મેહુલ કનુભાઈ પોતાની બાઈક લઈને મકરસંક્રાંતિના દિવસે હાઈવે રોડ પર આવેલી આશ્રમ હોટેલ પર ચક્કર લગાવીને ઘરે પરત ફરી રહ્યો હતો.
ત્યારે પુરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહનચાલકે મેહુલની બાઈકની જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં મેહુલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેથી તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું.
અકસ્માત બન્યા બાદ અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતની જાણ થતાં મૃત્યુ પામેલા મેહુલના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ત્યારબાદ મેહુલના મૃતદેહને પાટણની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. ત્યારબાદ મેહુલના પરિવારજનોએ અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇ વધુ તપાસ હાથ ધરી છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment