અમેરિકામાં વસતા ગુજરાતીઓની જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં અમેરિકાના એટલાન્ટા સિટીમાં રહેતા મૂળ આણંદ કરમસદના યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર પરિવારના ત્રણ સભ્યો ઉપર લુટેરાઓએ પ્રહાર કર્યા હતા.
આ ઘટનામાં આણંદના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ પિનલ પટેલ હતું. વિમલભાઈ પટેલનો પરિવાર બહારથી ઘરે પરત આવ્યો હતો. ત્યારે ઘરમાં કેટલાક લુટેરાઓએ તેમના પરિવાર ઉપર પ્રહાર કર્યા હતા. મળતી માહિતી અનુસાર લુટેરાઓએ વિનલભાઈ પટેલ ઉપર ગોળી ચલાવી હતી આ કારણોસર તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.
પીનલભાઈ પટેલનું મૃત્યુ થતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. આ ઘટનામાં તેમની પત્ની અને દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે અશ્વેત લુટેરાઓએ પીનલભાઈ પટેલ અને તેના પરિવાર ઉપર પ્રહાર કર્યા હતા.
આ ઘટનામાં પીનલભાઈ પટેલની પત્ની રૂપલબેન અને તેમની દીકરી ભક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર કેટલાક લુટેરાઓ લૂંટના ઇરાદે ઘરમાં ઘૂસીયા હતા. આ દરમિયાન લુટેરા પીનલ ભાઈ પટેલના પરિવાર પર મન ફાવે તેમ ગોળીઓ ચલાવી હતી.
ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ઘટનાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 50 વર્ષની ઉંમરે પિનલભાઈ પટેલનું મૃત્યુ થતાં તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટનાના સમાચાર મળતા જ તેમના ગામમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ ઘટના અમેરિકામાં વસતા તમામ ગુજરાતીઓ માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે. અમેરિકામાં દિવસેને દિવસે ગુજરાતીઓની જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે વધુ એક એવી જ ઘટના સામે આવતા અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment